SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ હું] મુઝફરશાહ ૨ જા થી મુઝફ્ફરશાહ ૩ જો એકસો ઘોડા અને એક કરોડ ટંકાની રકમ આપવા કબૂલાત આપી. સુલતાન બહાદુરશાહ ઈ.સ. ૧૫૩૩ ના માર્યાની તા. ૨૪મીએ સંધિને સ્વીકાર કર્યા બાદ માંડૂ આવી રહ્યો. ઈસ. ૧૫૩૩-૩૪ માં મુઘલ શહેનશાહ હુમાયૂના મુહમ્મદ ઝમાન મીર નામના બનેવીએ શહેનશાહ અને એની સરકાર સામે થયેલાં કાવતરાં અને બમાં અનેક વાર ભાગ લીધો હતો તેથી એને બહાના-૩૩ માન સાથે કેદી તરીકે રાખવામાં આવ્યા હતા, ત્યાંથી એ નાસી છૂટયો હતો, જેને સુલતાન બહાદુરશાહે આશ્રય આપે હતા, આથી હુમાબૂ બહાદુરશાહ પર નારાજ હતો. હવે શહેનશાહ હુમાયૂના વૃદ્ધિ પામતા બળને લઈને સુલતાન બહાદુરશાહને ખાતરી થઈ ગઈ કે ચિત્તોડનો કિલ્લો પોતાના કબજામાં રહે તે જ શહેનશાહ સામે લડવાનું સંભવિત બની શકે, તેથી એણે ચિત્તોડ ઉપર ફરીથી આક્રમણ કરવાને દઢ નિશ્ચય કર્યો. | આ વખતે એવા સમાચાર મળ્યા કે મુઘલ શહેનશાહ હુમાયૂએ સુલતાન બહાદુરશાહ સામે લડવા ગાલિયર ની દિશામાં કૂચ કરી છે, તેથી સુલતાને પિતાના અમીરોની સલાહથી એને પેગામ પાઠવ્યો કે એક સુલતાન કાફિર (હિંદુઓ) સામે જેહાદ જગાવતે હેય ત્યારે બીજા મુસ્લિમ શાસકે એના ઉપર હુમલે કરે વાજબી નથી.૩૪ સુલતાન બહાદુરશાહ સામે રોષ હોવા છતાં હુમાયું આ ખબર મળતાં ગાલિયરથી આગળ વધ્યો નહિ. - ઈ.સ. ૧૫૩૪ના અંતભાગમાં ચિત્તોડનો ઘેરો ચાલુ હતો ત્યારે સુલતાન બહાદુરશાહને શહેનશાહ હુમાયૂની યોજના અંગેની માહિતી મળી કે એ સુલતાન સામે ફચ કરવાની તૈયારી કરી રહ્યો છે, આથી એણે એનું ધ્યાન બીજે વાળવા (તાતારખાન લેદી( જે બહલ લેદીને પૌત્ર થતા હત)ને બતાને રસ્તે વિહીને કબજે લેવાના ઈરાદાથી એક લશ્કર આપી રવાના કર્યો. છે એ જ સમયે રાણી કર્મવતીએ હુમાયૂ પાસે મદદની માગણી કરી, પરંતુ માથું એમાં તટસ્થ રહ્યો. રાણી કર્મવતીની વિનંતીને માન આપી રાજપૂતોએ ચિત્તોડના રાણાના રક્ષણ અથે મરણિયા થઈને લડાઈ કરી, પરંતુ તેઓ ફરતક રૂમીખાનના તોપમારા સામે ટકી શક્યા નહિ. જનાનાની અનેક સ્ત્રીઓએ સણી કર્મવતીની આગેવાની નીચે જોહર કર્યું અને ચિત્તોડ સંપૂર્ણ રીતે સુલતાન પહાદુરશાહના કબજામાં આવ્યું (ઈ.સ. ૧૫૩૫ ન માયની ૮મી). સુલતાને મારા રૂમખાનને લડાઈ પડેલાં વચન આપેલું કે તમને ચિત્તોડને મુલાક
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy