________________
૧૧૪].
સતનત કાલ
દીવનું રક્ષણ
ઈ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝેએ મુંબઈમાં નૌકા-કાલે તૈયાર કર્યો. એ કાલૈ દમણમાં આવ્યો અને એને કબજે લીધે, અને ૧૫૩૧ ના ફેબ્રુઆરીમાં એ દીવ આવ્યો અને એના ઉપર આક્રમણ કર્યું, પરંતુ ઈ.સ. ૧૫૩૦ માં સુલતાન બહાદુરશાહ ત્યાં ગયો હતો ત્યારે દીવના રક્ષણની સર્વ વ્યવસ્થા એણે કરી હતી, તેથી પોર્ટુગીઝ ફાવ્યા નહિ અને તેઓ ગાવા પાછા ફર્યા. વાગડ
ઈ.સ. ૧૫૩૧ માં સુલતાન બહાદુરશાહ પિતે વાગડ તરફ ગયો. ત્યાં ડુંગરપુરના રાજા પૃથ્વીરાજે એની તાબેદારી સ્વીકારી અને એના રાજકુંવરે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યું. સુલતાન બહાદુરશાહે વાગડનો પ્રદેશ એ મુસલમાન થયેલા રાજકુંવર અને એના ભાઈ વચ્ચે વહેંચી આપ્યો.૨૫ માળવાની છત
માળવાના સુલતાન મહમૂદશાહ ૨ જાને ગુજરાતના સુલતાન મુઝફરશાહ ૨ જાએ તખ્ત અપાવવામાં સહાય કરી હતી તેથી બહાદુરશાહ એને પિતાને આશ્રિત ગણતા હતા, જ્યારે માળવી સુલતાન પિતાને સ્વતંત્ર ગણતો હતો. બહાદુરશાહ સાથે મેવાડને રાણો રત્નસિંહ સારા સંબંધ ધરાવતા હતા. માળવાના સુલતાને મેવાડના પ્રદેશોમાં લુંટફાટ કરવા લશ્કર મોકલ્યું હોવાથી રત્નસિંહે વળતું આક્રમણ કરી છેક સારંગપુર સુધી કૂચ કરી હતી અને એણે બહાદુરશાહને આ અંગે જાણ કરી હતી. માળવાના સુલતાને સુલતાન મુઝફફરશાહના ઉપકારને યાદ કરીને એના શાહજાદા (એટલે કે ગુજરાતના સુલતાન બહાદુરશાહના ભાઈ) ચાંદખાનને આશ્રય આપ્યો હતો. માળવી સુલતાન મુઘલ બાદશાહ બાબરની મદદ વડે ચાંદખાનને ગુજરાતનું તખ્ત અપાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોવાનું જણાતાં સુલતાન બહાદુરશાહ ગુસ્સે થયો. એવામાં પૂર્યમાળવામાંના રાયસીનના રેક રાજા સિલહટીના પુત્ર ભૂપતરાયે સુલતાન બહાદુરશાહને વિનંતીપૂર્વક જણાવ્યું કે માળવાના સુલતાનનો ઇરાદો રાયસીન જીતી લેવાનો છે. આ બધાં કારણોને લઈને એણે વિશાળ લશ્કર લઈ માળવા પર ચડાઈ કરી.૨૭ ઈ.સ. ૧૫૩૧ ના જાન્યુઆરીના અંતમાં સિલહદી અને રાણે રત્નસિંહ કરવા મુકામે સુલતાન બહાદુરશાહને આવી મળ્યા.
રાયસીન અને મેવાડ સહિતના ગુજરાતના સંયુક્ત લશ્કરે ધારો થઈ ઈ.સ. ૧૫૩૧ ના માર્ચ મહિનાની ૯ મીએ માંડૂ પહોંચી ત્યાંના કિલ્લાને ઘેર ધ હતો.