________________
8]
મુઝફરશાહ ૨ જાથી મુઝફફરશાહ ૩ જે
[૧૧૩
દખણના વિજય
બહમની રાજ્ય ઈસવી પંદરમી સદીના અંતભાગમાં પાંચ ભાગોમાં વિભક્ત થયું હતું અને એ પાંચ રાજ્ય હંમેશાં માંહમાંહે અને ખાનદેશ સાથે લડતાં રહ્યાં હતાં. ખાનદેશને સુલતાન મીરાન મુહમ્મદશાહ ફારૂકી સુલતાન બહાદુરશાહનો ભાણેજ હતો. એણે વરાડના સુલતાન ઈમાદશાહ સાથે મેળ કરી અહમદનગરના બુરહાન નિઝામશાહ સામે મદદ માગી. બુરહાન નિઝામશાહને બીડરના સુલતાનની મદદ મળતી હતી.
સુલતાન બહાદુરશાહે જાતે એક લશ્કર લઈ ઈ.સ. ૧૫૨૮ ના સપ્ટેમ્બરમાં દખણ તરફ કૂચ કરી. ગુજરાત ખાનદેશ અને વરાડનું ત્રણ રાજ્યોનાં લશ્કરોએ સુલતાન નિઝામશાહના કબજા હેઠળના દેલતાબાદના કિલા ઉપર આક્રમણ કર્યું અને એને ઘેરો ઘાલે, પરંતુ એમાં એને ખાસ સફળતા મળી નહિ. એને પુરવઠો પાઈ ગયો. એવામાં કર્મસંગે સુલતાન નિઝામશાહ અને એના બીજા દખણી સહાયકોએ પોતાના એલચી મોકલી સંધિ કરવા સુલતાન ઉપર કહે પાઠવ્યું ત્યારે વર્ષાઋતુ નજીક હોવાથી એણે સુલેહ કરી અને ઘેરે ઉઠાવી એ ગુજરાત તરફ પાછો ફર્યો. ૨૧
ઈ.સ. ૧૫૨૯ ની વર્ષાઋતુ પછી સુલતાન બહાદુરશાહે લશ્કર લઈ ફરીથી દખણ તરફ કૂચ કરી. આ વખતે બાગલાણના રાજા બહરજીએ સુલતાનનું સંમાન કરી પોતાની બહેન એની વેરે પરણાવી. સુલતાન બહાદુરશાહે બહરને બહરખાનને ખિતાબ એનાયત કર્યો અને પિતાના તરફથી ચેવલ બંદરની આસપાસના પ્રદેશ તારા જ કરવા એક ફોજ આપી એને ત્યાં મોકલવો. ૨૨
એણે પોતે નિઝામશાહી પાયતખ્ત અહમદનગર તરફ કૂચ કરીને એ નગર સર કર્યું. ત્યાંનાં મહેલ અને મકાનોને જમીનદોસ્ત અને બાગોને વેરાન કરવાના હુકમ છોડયા. આના પરિણામે તરત જ વરાડના અલાઉદ્દીન ઇમાદુલમુદ્રક અને બીડરના બરીદશાહી સુલતાન વચ્ચે સમાધાન સાધવામાં આવ્યું. સુલતાન બહાદુરશાહે બીડર અને અહમદનગરની મસ્જિદમાં એના નામને ખુબ પઢવાને પ્રબંધ કરવામાં આવે તે દુશ્મનાવટનો અંત લાવા કબૂલ્યું. એ પછી ઈ.સ. ૧૫૩૦ ની વસંત ઋતુમાં એ ગુજરાતમાં પાછો ફર્યો.
દખણની સફળતાથી ગુજરાતની સલતનતને બીજા રાજ્ય પર ખૂબ પ્રભાવ
પડ્યો. ૨૩
* સુરત નના સંબંધી, સિંધના સુલતાન, જામ ફીરોઝને એના પ્રદેશમાંથી શાહ બેગ અગૂિને હાંકી કાઢયો હતો, એ ગુજરાતમાં આશ્રય લેવા આવ્યો.૨૪