________________
૧૧૨]
સલતનત કાલ
પ્રિલ
હવે શાહજાદા લતીફખાન અંગેની કાર્યવાહી બાકી હતી. એ પિતાના હિતમાં સંજોગો બદલાઈ જવાની આશાએ સંતાતો ફરતો હતો. મુહમ્મદાબાદમાં સુલતાનના આગમન પછી એ નંદરબાર–સુલતાનપુર તરફ નાસી ગયા. ત્યાં એને કેટલાક અમીરોએ સાથ આપ્યો, આથી સુલતાનપુરને થાણદાર અમીર ગાઝી ખાન સુલતાન બહાદુરશાહના ફરમાનથી એની સામે લડવા નીકળ્યો. લડાઈ થઈ તેમાં લતીફખાન હાર્યો, ઘાયલ થયા અને કેદ પકડાયા. એ પછી થોડા વખતમાં એનું અવસાન થયું.
એ પછી સુલતાને ઈર્ષાના માર્યા બાળ સુલતાન મહમૂદશાહ ૨ જાને તથા બાકી રહેલા અન્ય શાહજાદાઓને ઝેર ૧૮ અપાવી મારી નખાવ્યા. વળી કેદ કરેલા અમીરોની પણ એણે કતલ કરાવી. સુલતાનની આવી દૂર નીતિથી ગુજરાતમાં હાહાકાર થઈ ગયા. આંતરિક વ્યવસ્થા
એ પછી ઘર આંગણે ઈડર અને વાગડના પ્રદેશોમાં વ્યવસ્થા સ્થાપી. ડુંગરપુરને રાજા સરહદ ઉપર બળવાખોરોને આશ્રય આપતે હતો તેને વશ કરવા તાજખાન નરપાલીને મોટું લશ્કર આપી સુલતાને રવાના કર્યો. એણે એને એક મહિનામાં કાબૂમાં લીધે. એ પછી સુલતાને બંદરો તરફ ધ્યાન આપ્યું, કારણ કે આવકનો મોટો ભાગ બંદરની મહેસૂલ અને જકાતમાંથી થતો હતે. એ વખતે ખંભાતના દરોગા સામે ફરિયાદ આવી હતી. સુલતાને તાજખાન નરપાલીને ત્યાં મોક૯યા.
જુનાગઢને મલેક ઈહાક હિંસક અને બેકાબૂ બન્યો હોવાથી ત્યાં જઈ સુલતાને એને કેદ પકડવો અને એના સ્થાને એના ભાઈ મલેક તુગાનની નિમણુક કરી. એ એનાં કાર્ય અને શક્તિ માટે લેકેમાં જાણી તો હ. એ પછી સુલતાન અમદાવાદ આવ્યો. ત્યાં મેવાડના મહારાણા સંગ્રામસિંહનો પુત્ર વિક્રમાજિત ભેટ લઈ સુલતાનની મુલાકાતે આવ્યો હતો તે મળ્યો. મુહમ્મદાબાદ જતાં રસ્તામાં નાંદોદના રાજાને વસિયત કરી સુલતાન સુરત બંદરે પહોંચ્યો અને ત્યાંથી એ ગુજરાતના વેપારને સુરક્ષિત રાખવાને માટે પિતે બંધાવેલે ભરૂચના મશહૂર કિલ્લો (ઈ.સ. ૧૫૨૮) જોઈ ત્યાંથી ખંભાત ગયો. દીવમાં ફિરંગીઓનાં વહાણ પકડવામાં આવ્યાં છે એવા સમાચાર મળતાં સુલતાન ત્યાં પહોંચે અને કેદ પકડાયેલા ફિરંગીઓને મુસલમાન બનાવી છેડી મૂક્યા. ત્યાંથી ખંભાત આવી એ મુહમ્મદાબાદ પાછો ફર્યો.