SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ભુએ ફરશાહ ૨૦થી ભુસફરશાહ ૩ પિપ૧ તેમાંથી તાજખાન નરપાલી, જેની જાગીર ધંધુકામાં ૧૫ હતી તે, એક જ લઈ બહાદુરખાનને લેવા સામો ગયો, પિતાના વલણથી નારાજ થઈ દિહીના સુલતાન ઈબ્રાહીમ લોદી પાસે ગયેલે શાહજાદે બહાદુરખાન તખ્તની આશાએ એ વખતે પાણીપતથી જેનપુર જતો હતો. ઇમાદુલમુક ગભરાયો અને એણે અહમદનગરના બુરહાન નિઝામશાહ અને પાલણપુરના રાજા ઉદયસિંગ કે ઉપર મોટી રકમ મોકલાવી બુરહાનને એણે નંદરબાર ઉપર આક્રમણ કરવા અને ઉદયસિંગને મુહમ્મદાબાદ(ચાંપાનેર)માં બાળ સુલતાનને મદદ કરવાને કચ કરવાની વિનંતી કરી. એણે બાબરને પણ દીવ ઉપર જ મેકલવા અરજ મોકલી અને એને એક કરોડ ટંકાની રકમ આપશે અને ગુજરાતની એના તરફ વફાદારી રહેશે એવું વચન મોકલ્યું. બાબર અંગેની બાબતની ખબર ખુદાવંદખાનને અને તાજખાન નરપાલીને થઈ ત્યારે એના પ્રત્યે એમના તિરસ્કારમાં વધારો થયો. બુરહાન નિઝામશાહે એના ઉપર મોકલવામાં આવેલી રકમને સ્વીકાર કર્યો, પરંતુ એના બદલામાં એણે કંઈ કર્યું નહિ. ઉદયસિંગે મુહમ્મદાબાદ (ચાંપાનેર) તરફ કૂચ કરી, પરંતુ એની એ મદદનું કંઈ મહત્ત્વ ન હતું. કારણ કે એણે બહાદુરખાનને તરત જ સાથ આપ્યો. બહાદુરખાન ચિત્તોડને રસ્તે ગુજરાતમાં આવ્યા ને મોડાસા થઈ પાટણ ગયે. ત્યાંથી એણે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. જ્યાંથી જયાંથી એ પસાર થયો ત્યાંથી ત્યાંથી આખે રસ્તે એને આવકાર મળ્યો હતો. બહાદુરશાહ (ઈ.સ. ૧૫૨૬-૧૫૩૭) ઈ.સ. ૧૫૨૬ના જુલાઈની તા. ૧૧મીએ અમદાવાદમાં બહાદુરખાનની તખ્તનશીનીની વિધિ કરવામાં આવી અને એણે બહાદુરશાહ'ને ખિતાબ ધારણ કર્યો. એ પછી સુલતાને મુહમ્મદાબાદ (ચાંપાનેર) જઈ તરત જ પિતાના વિરોધીઓ સામે પગલાં લેવા માંડયાં. ઇમાદુલમુક અને સંકુલમુકને અને એ ઉપરાંત એના ભાઈને ખૂનમાં જે જે લોકોએ વિશિષ્ટ રીતે ભાગ લીધો હતો તે સહુને એણે મારી નખાવ્યા અને કેટલાકને તોપને મોઢ ઉડાડી મુકાવ્યા. બહાઉલૂમુક્ક, જેણે સિકંદરનું ખૂન કરેલું, તેની ચામડી ઉતરાવીને એને ફાંસીએ લટકાવ્યો. એ પછી ઈ.સ. ૧૫ર૬ ના ઓગસ્ટની તા. ૧૪મીએ સુલતાને મુહમ્મદાબાદમાં પણ તખ્તનશીનીની વિધિ કરી,
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy