________________
*s]
[×.
રહેવાનાં મુખ્ય સ્થાને પૈકીનું એક ઠરાવ્યા બાદ એણે હજરત મુહમ્મદ પેગમ્બરના નામ ઉપરથી એનુ નામ ‘મુહમ્મદાબાદ’ રાખ્યું. એણે જૂના ચાંપાનેરની બાજુમાં પહાડની પૂર્વ તરફની તળેટીમાં મસ્જિદ બંધાવી અને એની પશ્ચિમે અમદાવાદના ભદ્રના કિલ્લાના જેવા કિલ્લેા (રાજગઢ) ચણાબ્યા, જે હાલ ચાંપાનેરના ભદ્ર' કહેવાય છે.
સલ્તનત કાલ
"
સુલતાને અમદાવાદને બદલે વરસના માટે ભાગ ત્યાં જ ગાળવા માંડથો અને ત્યાં ટંકશાળની સ્થાપના કરી સિક્કા ઉપર એને માટે શહરે મુકર્રર્રમ ’ (આદરણીય નગર) નામ લખ્યું.૭૨
શિરાહીના રાજા
ઈ.સ. ૧૪૮૭ માં ચાંપાનેર પાસેના હાલાલમાં સુલતાન શિકાર કરી રહ્યો હતા ત્યારે થાડા વેપારીઓએ એને ફરિયાદ કરી કે આબુના પહાડની તળેટીમાં અમે આવ્યા ત્યારે શિરેાહીના રાજાએ અમારાં ૪૦૦ ધાડાં છીનવી લીધાં, અમે એ ધાડાં આપને માટે લાવતા હતા. આથી સુલતાને ઘેાડાની પૂરી કિંમત ભરી આપવા અને છીનવી લીધેલા માલની નુકસાની ભરપાઈ કરવા રાજા ઉપર હુકમ માકલ્યા. રાજા ગભરાઈ ગયા. એણે માલસામાન અને ધેાડા પરત આપી દીધા અને સુલતાનની માફી માગી. બહાદુરશાહુ ગોલાનીની ચાંચિયાગીરી
બહુમતી સલ્તનતના અમીર બહાદુરશાહ ગીલાનીએ ચાંચિયાગીરીનેા ધો અપનાવીને આખા કાંકણમાં પોતાની ધાક જમાવી હતી અને ચાંચિયાગીરીથી છેક ખંભાત સુધી તારાજી કરી હતી. ગુજરાતના સુલતાને અહમની સુલતાનને પત્ર લખી, ગુજરાતના સુલતાને અહમની ખાનદાનને અગાઉ કરેલી મદદની યાદ આપીને ખડખારને દબાવી દેવાની એને વિનંતી કરી, આથી બહમની સુલતાને બહાદુરશાહ ગીલાની સામે એક લશ્કર માકહ્યું, જેણે ઈ. સ. ૧૪૯૪ માં એને શિકસ્ત આપી મારી નાખ્યા. આ પછી બહુમની સુલતાને સુલતાન મહમૂદશાહ ઉપર ગીલાનીનું માથું મોકલી આપ્યુ અને એને પહોંચાડવામાં આવેલું બધુ નુકસાન ભરપાઈ કરી આપ્યું.૭૩
ફિર ગીઓ સાથે સંઘર્ષ અને સુોહ
એ પછી તરત જ ગુજરાતના સુલતાનને પાટુગીઝ(ફેરગીએ)ની સત્તાના સામનેા કરવા પડયો. ઈ.સ. ૧૪૯૮ માં વાસ્કો-દ-ગામાએ કેઇપ ઔ ગૂડ હાપ”ના રસ્તે શેાધી કાઢ્યા પછી એ માર્ગે એ મલબાર કિનારે આવી પહેાંચ્યા,