SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પસુ] અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લા [v રાજા પતાઈ શાહી લશ્કરનેા સામના કરવા સામે આવ્યે અને લડાઈ થઈ તેમાં એને પરાજય થયા. એ પાવાગઢના પહાડી કિલ્લામાં જઈ ભરાયો. પાછળથી સુલેહ માટે અનેક વાર એલચીએ મેાકળ્યા, પરંતુ ખજર અને શમશેર સિવાય કઈ ખપે નહિ” એમ કહી સુલતાન નકારમાં જવાબ વાળતા રહ્યો. ખીજી બાજુ પતાઈ એ પેાતાના સૂરી નામના મ ંત્રીને મેાકલી માળવાના સુલતાન ગિયાસુદ્દીન ખલજી પાસેથી દરરાજની કૂચની પ્રત્યેક મજલે એક લાખ ટકા ખ પેટે આપવાની શરતે મદદ માગી, આથી લાભાઈ ને સુલતાન ગિયાસુદ્દીને પેાતાનું લશ્કર એકત્ર કરી માંડવગઢથી કૂચ કરી અને ત્યાંથી ત્રણ કાસ ઉપર નાલચા આવી પડાવ નાખ્યા, આથી સુલતાન મહમૂદશાહ ધેરા ચાલુ રાખીને એનેા સામને કરવાને માળવાની સરહદ ઉપર પહોંચવા દાહેાદ ગયા, પરંતુ માળવાના સુલતાને એના દરબારીઓની સલાહને અવગણીને આ સાહસ કર્યું" હતુ. તેથી પાછળથી એને પસ્તાવા થતાં એ રસ્તામાંથી જ માંડવગઢ પરત પહેાંચ્યા. સુલતાન મહમૂદશાહને આ વાતની ખબર થતાં એ પાવાગઢ ગયા અને એણે ધેરા ચાલુ રાખ્યા. વીસ મહિના ઘેરા ચાલુ રહ્યો અને ઈ.સ. ૧૪૮૪ ના નવેમ્બરની ૨૧ મીએ મહમૂદની સેનાને પાવાગઢમાં પ્રવેશ કરવામાં સફળતા મળી, કિલ્લામાં રહેલા રાજપૂતાને માટે જીતવાની કોઈ આશા રહી નહિ ત્યારે સ્ત્રીઓએ જૌહર કર્યુ અને પુરુષો કેસરિયા વાધા સછ હાથેાહાથની લડાઈમાં કૂદી પડયા અને તેમાંના ઘણાખરા ખપી ગયા. અંતે પતાઈ રાવળ અને એને પ્રધાન મંત્રી ડુંગરસી ધવાયેલી હાલતમાં પકડાયા. એ બંનેના ધા રુઝાયા ત્યારે સુલતાને એમને ઇસ્લામ સ્વીકારવા સમજાવ્યા, પરંતુ એ વીર રાજપૂતાએ સ્વધ ત્યજવાને બદલે મૃત્યુને ભેટવાનુ પસ ંદ કર્યું. પકડાયા પછી પાંચ મહિના બાદ ઉલેમાઓની સલાહથી રાજા જયસિંહનું માથું ઉડાડી દેવામાં આવ્યું અને પ્રધાન મંત્રીની પણ કતલ કરવામાં આવી (ઈ.સ. ૧૪૮૫). રાજાની મે રાજકુવરીઓને સુલતાને પેાતાના જનાનામાં મેાકલી આપી, એના એક રાજકુવરને શિક્ષણ આપી મેાટા કર્યા, અને એની પાસે ઇસ્લામ સ્વીકારાવીને એનું નામ ‘મલેક હુસેન' રાખ્યું. સુલતાન મુઝફૂરશાહ ૨ જા(ઈ.સ. ૧૫૧૧-૧૫૨૫)ના જમાનામાં એ મેટા અમીર બન્યા અને એને ‘નિઝામુમુક’ને ખિતાબ એનાયત કરવામાં આવ્યા ૭૧ નવુ' ચાંપાનેર ચાંપાનેરનાં હવાપાણી સુલતાનને ધણાં માફ્ક લાગતાં એણે ત્યાં પેાતાનું પાયતખ્ત રાખ્યું અને એ પછીનાં પચાસ વરસ સુધી એ એમ રહ્યું. પેાતાને
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy