________________
હ૪]
સતનત કાલ
એ સમયે ઈમાદુમુક બહાઉદ્દીન સુલતાનને અતિ માનીતો અને વફાદાર અમીર હતા તેને મારી નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રાયેરાયાન મુખ્ય હિંદુ અમીર હતો, આગેવાન કાવતરાખોરોમાંનો એક હતો ને ઈમાદુલમુકને ખાસ મિત્ર હતો, તેણે ઈમાદુમુકને મારી નાખવાનાં કાર્યમાં હિસ્સો લેવાનો ઈન્કાર કર્યો. એમ કરવાને બદલે ઇમાદુલમુકને કાવતરાની જાણ કરી એની સંમતિ કાવતરામાં ભાગ લેવા અંગે લેવી એવી દરખાસ્ત એણે પેશ કરી. અમીરોએ એ બાબતમાં વાંધો લીધે, છતાં એણે પોતે પોતાના મન સાથે નક્કી કરેલ ઈરાદાને અમલ કર્યો. ઈમાદુલમુદ્દે સંમતિ આપવાને ઢાંગ કરી પિતાની જાગીરોમાંથી ફે બેલાવી અને કાવતરાખોરોની યાજના નિષ્ફળ બનાવવાને પગલાં લીધાં. કેસરખાન ફારૂકી નામને અમીર અમદાવાદમાં એ સમયે હાજર હતા. સુલતાનને કાવતરાની ગંધ આવતાં એ મુસ્તફાબાદથી અમદાવાદ આવ્યો. આખા કાવતરાની વિગત માગી સુલતાન એનાથી વાકેફ થયો, પરંતુ ખુદાવંદખાન પ્રત્યે એને એટલી બધી લાગણી હતી કે એને ગુનો લગભગ દરગુજર કર્યો. પછી સમય જતાં સુલતાનને એના બદઈરાદાની ખાતરી થતાં એને ગિરફતાર કરી એને સ્થાને મુહાફિઝખાનને વજીર નીમવામાં આવ્યો. ચાંપાનેરની જીત
ઈ.સ. ૧૪૮૨ માં ગુજરાતમાં અનાવૃષ્ટિ અને દુકાળ ફેલાયાં હતાં તેની અસર ચાંપાનેરના રાજ્યમાં ઘણી ઓછી થઈ હતી. આવા સમયે ચાંપાનેરની નૈઋત્યમાં ચૌદ માઈલ ઉપર રસુલાબાદના થાણામાં મલેક સુધા સુલતાની નામના અમલદારે ચાંપાનેરના તાબાને કેટલેક પ્રદેશ લૂંટી તારાજ કર્યો અને એ છેક ચાંપાનેરના કિલ્લા સુધી જઈ પહોંચ્યો.૮ એણે ઘણું નિર્દોષ લેકેની કતલ કરી. ચાંપાનેરનો ચૌહાણ રાજા જયસિંહ શાંતિપ્રિય હોવા છતાં એને માટે આવી દખલ અને નિર્દોષ પ્રજાની કતલ અસહ્ય બન્યાં, અને એણે પ્રતીકારાત્મક પગલાં લઈ, મલેક સુધાની પૂંઠ પકડી, એને ગિરફતાર કરી મારી નાખ્યો. એણે તૂટેલ તમામ માલસામાન અને એના બે હાથીઓ જયસિંહના કબજામાં આવ્યા. આ ખબર સુલતાનને મળતાંવેંત એણે ફેજો એકત્ર કરી અને હિ. સ. ૮૮૭ના કિલકારની અથવા ઝિલવિઝની ૧ લી એ (અર્થાત ૧૨-૧૨-૧૪૮૨ અથવા ૧૧-૧–૧૪૮૩ ના રોજ) અમદાવાદમાંથી ચાંપાનેર જવા માટે વડેદરા તરફ કૂચ કરી.
જયસિહ રાવળ ચાંપાનેરમાં રાજ્ય કરતો હતો તે ગુજરાતના ઇતિહાસમાં પતાઈ રાવળ'ના નામથી ઓળખાય છે. “પતાઈ એ “પાવાપતિ'નું ગુજરાતીમાં ટૂંકું રૂપ હોવાનું મનાય છે.