________________
પણું]
અહમદશાહ ૧ લાથી મહમદશાહ લે
[૩
દ્વારકા પહોંચે. આમ થતાં ત્યાંના રાજા વાઢેર ભીમજીએ બેટ શદ્વારના કિલ્લામાં જઈ આશ્રય લીધે.
આ કારણે સુલતાને ગુસ્સે થઈ દ્વારકાના પ્રસિદ્ધ રણછોડરાયના મંદિરનો નાશ કર્યો, એમાંની મૂર્તિ ભાંગી નાખી અને આખા નગરને લૂંટી લીધું. એ પછી એના હુકમથી મંદિર તેડી ત્યાં મસ્જિદે બંધાવાઈ. એ પછી સુલતાન ગાઢ જંગલ વટાવી બેટ શંખોદ્ધાર તરફ નીકળી ગયો. જંગલવાળા રસ્તામાં સિંહ અને ઝેરી સાપાએ એના લશ્કરને ઘણું હેરાન પરેશાન બનાવી દીધું. છેવટે દરિયાઈ લડાઈમાં સુલતાનને છત મળી. એ લડાઈમાં સુલતાને બેટનો કિલે સર કર્યો. દ્વારકાથી અગાઉ ત્યાં લઈ જવામાં આવેલી આરસની મૂતિઓ તોડી પાડવામાં આવી. રાજા ભીમને કેદ પકડવામાં આવ્યો. મુલ્લાં સમરકંદના કેદ પકડાયેલ કુટુંબને તેમજ અન્ય મુસ્લિમ કેદીઓને છોડી મૂક્યા. દ્વારકા અને શંખોદ્ધારને વહીવટ મલેક તૂગાન ફઈતુલૂમુલ્કને સોંપી એ જૂનાગઢ ને (ઈ.સ. ૧૪૭૩). રાજા ભીમને અમદાવાદ લઈ જઈ ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા. ૩ દ્વારકાનું નામ “મુસ્તફાનગર' રાખવામાં આવ્યું.૧૪ ચાંચિયાઓને વસિયત
દ્વારકા-વિજય પછી સુલતાને અમદાવાદ જતી વખતે વચ્ચે ઘોઘા જઈને એ વિસ્તારનાં બંદર પર ચાંચિયાગીરી કરતા મલબારીઓને નસિયત કરવાને પ્રબંધ કર્યો અને એ કારણસર એ ખંભાત પણ ગયો અને ત્યાંથી ઈ.સ. ૧૪૭૩ના
કટોબરમાં અમદાવાદ પહોંચે. મહેમદાવાદ વસાવ્યું
એ પછી સુલતાન કૌટુંબિક ઉપાધિઓની વ્યવસ્થા કરવામાં ગૂંથાયો. આ ગાળામાં કોઈ મહત્વનું આક્રમણ કઈ પ્રદેશ ઉપર એણે કર્યું હોય એવું જણાતું નથી. દર વરસે શિકાર ખેલવા એ મુસ્તફાબાદ જતો હતો અને એ પછી અમદાવાદ પાછો ફરતો હતો. એક વાર અમદાવાદથી ૧૨ કેસ ઉપર વાત્રક નદીને કિનારે એ શિકાર કરતો કરતો પહેઓ ત્યાં ચેર-ડાકુઓને ત્રાસ હતો તે દૂર કરવા ત્યાં એણે “મહમૂદાબાદ” શહેર વસાવ્યું." અમીરની ખટપટ
એ પછી ઈ.સ. ૧૪૮૦ માં એના રિવાજ મુજબ એ મુસ્તફાબાદ જવા નીકળ્યો ત્યારે એના બનેવી વછર ખુદાવંદખાન(બિન યુસુફ)ને અમદાવાદમાં પિતાના વડા શાહજાદા અહમદખાનની સંભાળ સોંપી, પરંતુ એ અમીરે સુલતાનને પદભ્રષ્ટ કરી શાહજાદા અહમદખાનને તખ્તનશીન કરવાનું કાવતરું જવું.