SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૫મુ] અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લે ૯િ૭ ત્યાર બાદ એક દાયકામાં મલબાર કિનારે કે ચીન અને કાનાનેરમાં કાઠીઓ (થાણાંઓ) સ્થાપીને ફિરંગીઓ ધીમે ધીમે ભારત અને પશ્ચિમી દેશો સાથેનો દરિયાઈવેપાર પિતાને હસ્તક કરવા મંડ્યા. મિસર અને ગુજરાત ! દરિયાઈવેપાર પર આની વિપરીત અસર પડી, આથી ફિરંગીઓના દરિયાઈ વેપાર પર સ્થપાતા પ્રભુત્વને તોડવા માટે મિસર અને ગુજરાતના સુલતાને પરસ્પર સહયોગ કર્યો. તદનુસાર ઈ.સ. ૧૫૦૮ ના જાન્યુઆરીમાં બંનેના સંયુક્ત નૌકા-કાફલાએ ફિરંગીઓ પર આક્રમણ કર્યું. ફિરંગીઓના મુંબઈ પાસેના ચેવલ બંદરે થયેલી આ અથડામણમાં ફિરંગીઓ હાર્યા, પરંતુ બીજા જ વર્ષે ફિરંગીઓએ દીવ નજીક મિસરના નૌકાસૈન્યને સજડ હાર આપી. એ પછી દીવના નાઝિમ મલિક અયાઝે ગુજરાતના સુલતાન વતી ફિરંગીઓ સાથે સુલેહ કરી અને એમની સાથે શાંતિમય સંબંધ સ્થાપવાના પ્રયત્ન કર્યા ૭૪ ખાનદેશ પર વર્ચસ ખાનદેશના સુલતાને ગુજરાતની સલતનતના મિત્ર હતા, ખંડણ ભરતા હતા, અને લગ્નસંબંધથી જોડાયેલા પણ હતા. ઈ.સ. ૧૫૯૧માં ત્યાં સુલતાન આદિલ ખાન ૨ (ઈ.સ. ૧૪૫૭–૧૫૦૩) બિનવારસી મરણ પામ્યો, એ પછી ત્યાં રાજકીય અવ્યવસ્થા ફેલાઈ રાજસત્તા મેળવવા વિવિધ પક્ષો વચ્ચે ઝઘડા થયા. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાએ પણ એમાં ઘણે ભાગ લીધે અને પિતાનું વર્ચસ ત્યાં સ્થાપ્યું. એણે પાયતખ્ત થાલનેરમાં દરબાર ભરીને પિતાના દૌહિત્રને “આદિલખાન ૩ જાના ખિતાબ સાથે ઈ.સ. ૧૫૯ માં તખ્તનશીન કર્યો અને પિતાના શાહજાદા ખલીલખાન(એટલે કે પાછળથી થયેલ મુઝફરશાહ ૨ જે)ની શાહજાદી એની વેરે પરણાવી, ત્યારથી ખાનદેશ ઉપર ગુજરાતના સુલતાનોનું વર્ચસ રહ્યું. ઈરાનનું એલચી-મંડળ ઈ.સ. ૧૫૧૧ માં એક એલચી–મંડળ ઈરાનના શાહ ઈસ્માઈલ સફવી (ઈ સ. ૧૫૦૨-૧૫૨૪) તરફથી આવ્યું. ઈરાનનો શાહ ચુસ્ત શિયા હતા. એણે પિતાનો શિયાપંથ સ્વીકારવાની સિફારસ કરવાના ઉદ્દેશથી એ મંડળ મોકલ્યું હતું. સુલતાન મહમૂદશાહ સુન્ની હોઈ એને એ વાત પસંદ ન હતી તેથી એણે એ મંડળને સત્કારવાને ઇન્કાર કર્યો. ઇ-પ-૭
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy