________________
(પ્ર.
૮]
સલ્તનત કાલ સુલાતન મુહમ્મદશાહમાં ન તે એના બાપના જેવું ચારિત્ર્ય હતું અને ન તો એના જેવી લશ્કરી કાબેલિયત હતી, પરંતુ એ આનંદપ્રિય સ્વભાવ ધરાવતો હતો. એ અતિ ઉદાર હતો, જેથી એ “ઝરબક્ષી (સ્વર્ણદાતા) નામથી ઓળખાતે હતે. એ સ્થાપત્યને શોખીન હતો. એણે એના પિતા અહમદશાહની કબર ઉપર એક મોટો ગુંબજ ચણાવ્યો હતો. એણે મશહૂર સૂફી શેખ અહમદ ખટ્ટનો મકબરો પણ કારીગરી સાથે તૈયાર કરાવ્યો હતો. સુલતાન કબુદ્દીન અહમદશાહ ઉર્ફે અહમદશાહ ૨જો
| (ઈ.સ. ૧૪૫૧-૧૪૫૯) સુલતાન મુહમ્મદશાહના અવસાનના ત્રણ દિવસ બાદ અમીરોએ એના સૌથી મોટા શાહજાદા જલાલખાનને “કુબુદ્દીન અહમદશાહ'ના ખિતાબથી તખ્તનશીન કર્યો. એ વખતે એની વય માત્ર ૨૦ વર્ષની હતી.
આ જુવાન સુલતાનને તખ્ત ઉપર બેસતાં જ એક ભયાનક આક્રમણનો સામનો કરવા આવ્યા. માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીએ આ વખતે એક મોટું લશ્કર એકઠું કર્યું અને એણે નંદરબારના પ્રદેશ ઉપર ચડાઈ કરી. સુલતાનપુરને કિલ્લો સર કરી એ છેક ભરૂચ સુધી જઈ પહોંચ્યો. એણે ભરૂચને ઘેરો ઘાલ્યો, પરંતુ એ ભરૂચનો કિલ્લો લઈ શક્યો નહિ અને એણે પાયતખ્ત અમદાવાદ તરફ કૂચ કરી. એ લશ્કર આગળ વધતું વડોદરા આવ્યું અને ત્યાં એણે પડાવ નાખે. ચાંપાનેરનો રાય ગંગાદાસ અને અન્ય રાજાઓ એની સાથે ત્યાં જોડાયા. વડોદરા શહેરને તારાજ કરી એ કપડવંજ પહોંચ્યો. સુલતાન કુબુદ્દીને એની સામે લડવા ૪૦ હજાર ઘોડેસવારોનું લશ્કર લઈ મહી નદી ઉપર આવેલા ખાનપુર-વાંકાનેરના એવારે છાવણ નાખી.૪૧
બંને પક્ષેનાં લકર સામસામે આવી જતાં ઈ.સ. ૧૪૫૧ ની એપ્રિલની ૧ લી તારીખની રાત્રિએ સુલતાન મહમૂદશાહ ખલજી પિતાની છાવણી છોડી ઓચિંતું આક્રમણ કરવા નીકળ્યો, પરંતુ રસ્તે ચૂકી જતાં અંતે હતાશ થઈ પિતાની છાવણીમાં પરત પહોંચ્યો. સુલતાન કુબુદ્દીનને આ વાતની માહિતી મળતાં એણે આક્રમણ કર્યું. મોટી લડાઈ જામી. એમાં ગુજરાતના લશ્કરની એક પાંખની ખુવારી થઈ છતાં છેવટે જવલંત વિજય સુલતાન કુબુવનનો થયો. સુલતાન મહમૂદશાહ ખલજી ૮૧ હાથી અને તમામ શસ્ત્ર-સરંજામ છોડી નાઠે. રસ્તામાં એ પ્રદેશના કાળીઓએ એના લશ્કરને ખૂબ હેરાન કર્યું અને એને ભારે નુકસાન પહોંચાડવું.