________________
અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લા
[૯૭
૫ સું]
ચિત્તોડના રાણા કુંભા સાથે લડાઈ
ગુજરાત અને માળવાના સુલતાને સામે બરાબર ટક્કર ઝીલી શકે તેવે એમનેા બળવાન પાડેાશી ચિત્તોડને રાણા કુંભકર્ણ ઉર્ફે કુંભા (ઈ.સ. ૧૪૨૮–૧૪૮૮ ) હતા. એ સમયે મારવાડના નાગારમાં શમ્સખાન ઈંદાનીના પુત્ર ફીરાઝખાન( મૃ. ઈ.સ. ૧૪૫૩)ના પુત્ર શમ્મુખાનને તખ્ત ઉપરથી ઉઠાડી મૂકી એનેા કાકા મુજાહિદખાન તખ્તનશીન થયેા હતેા, તેથી નાગેરમાં વારસાહ બાબતમાં ઝધડે! ચાલુ થયા હતા. એના લાભ લઈ રાણા કુંભાએ એ પ્રદેશના કબજો લીધેા,૪૨ આથી ક્ષુસખાતે ગુજરાતમાં એના જમાઈ સુલતાન કુત્બુદ્દીન પાસેથી નાગેારના રક્ષણ માટે સહાય માગી અને એણે એક ફોજ એને સહાય કરવા માટે માકલી, પરંતુ રાણાએ એ ફાજને હરાવી અને એનેા વિનાશ કર્યાં તેમજ નાગેારના પ્રદેશને તારાજ કર્યાં, પરંતુ કિલ્લાને *બજો એ લઈ શકયો નહિ.
આ સમાચાર મળ્યા બાદ ઈ.સ. ૧૪૫૬ માં સુલતાન કુત્બુદ્દીને પેાતાની હારનું વેર લેવાને કુંભલગઢ ઉપર ચડાઈ કરવા કૂચ કરી. રસ્તામાં શિરેાહી પાસે ત્યાંના રાજા ખેતા દેવડા સુલતાનને મળવા આવ્યા અને પેાતાના વડવાએ તરફથી ઊતરી આવેલા જે આશ્રુને કિલ્લા રાણા કુંભાએ પચાવી પાડયો હતા તે મેળવી આપવા એને આજીજી કરી, આથી સુલતાને મલેક શાખાન ઇમાદુલમુદ્રકને ખેલાવી, આણુને કબજો લઈ શિાહીના રાજાને સોંપી દેવા હુકમ કર્યો અને પેાતે આગળ વધ્યેા. સિપાહસાલાર મલેક શાખાનને પહાડી પ્રદેશમાંની લશ્કરી કાર્યવાહી અપરિચિત હોવાથી એ આખુ નજીકની એક ખીણમાં ગૂંચવાઈ પડયો અને રાણા કુંભાનાં સૈન્યે!એ મેટી ખુવારી સહિત એને સખત હાર આપી. આ ખબર સુલતાન કુત્બુદ્દીનને કુંભલમેર( કે કુંભલગઢ )ના કિલ્લા નજીકમાં મળી. એ વખતે એ રાણા કુંભા સાથે લડતા હતા. રાણાએ એ કિલ્લા ઉપરથી નીચે આવી લડાઈ કરી. સુલતાન એ મશહૂર કિલ્લાના કબજો લઈ શકયો નહિ, છતાં મુસ્લિમ તવારીખકારી કહે છે ૩૪૩ રાણાએ શમ્સખાનને નુકસાની માટે મોટી રકમ અને સુલતાન કુત્બુદ્દીનને ભારે ખંડણી આપી ને સંધિ કરવી પડી. મુસ્લિમ તવારીખ મુજબ, આમ છતાં, ઈ.સ. ૧૪૫૬ માં સુલતાન મહમૂદશાહ ખલજીએ એક એલચી-મંડળ કુત્બુદ્દીન પાસે મોકલ્યું અને એની મારફત મેવાડના મુલક ઉપર અગ્નિ ખૂણામાંથી માળવાને સુલતાન અને નૈઋત્યમાંથી ગુજરાતના સુલતાન આક્રમણ કરે અને જીત્યા પછી મેવાડનુ રાજ્ય બંને વચ્ચે વહેંચી લેવું, એવા કરાર થયા.૪૪