________________
પણું
અહમદશાહ ૧ લાથી મહમૂદશાહ ૧ લે
એણે કેટલાંક બાંધકામ પણ કરાવ્યાં હતાં, તે પૈકી નવું પાયતન્ત અમદાવાદ અને એમાં એણે બંધાવેલ ભદ્રને રાજગઢ, એની અંદરના શાહી મહેલ અને મજિદ, ત્રણ દરવાજા, જામે મસ્જિદ વગેરે ખાસ નોંધપાત્ર છે. મુહમ્મદશાહ ૨ (ઈ.સ. ૧૪૪૨-૧૪૫૧)
સુલતાન અહમદશાહ પછી એને સૌથી વડે શાહજાદે મુહમ્મદખાન “ગિયાસુદદુનિયા વદ્દીન મુહમ્મદશાહ” ખિતાબ સાથે તખ્તનશીન થયા.
ગુજરાતના હિંદુ રાજાઓને શરણે લાવવાનું સુલતાન અહમદશાહનું અધૂરું કાર્ય સુલતાન મુહમ્મદશાહ ૨ જાએ ચાલુ રાખ્યું.
ઈ.સ. ૧૪૪૬ માં એણે ઈડરના રાજ્ય ઉપર આક્રમણ કર્યું. મુસિલમ તવારીખ મુજબ ઈડરને રાવ એને શરણે આવ્યો અને એણે પિતાની રાજકુંવરી એ સુલતાન જોડે પરણાવી. આ ખૂબસુરત કુંવરીએ પોતાના પિતાનું રાજ્ય એમને પાછું સુપરત કરાવ્યું.૩૮ આ વત્તાતને હિંદુ પુસ્તકોનું સમર્થન મળતું નથી.
ઈડરથી સુલતાને વાગડના પ્રદેશ ઉપર ચડાઈ કરી. ડુંગરપુરને રાજા ગણેશ (ગજપાલ કે ગોપાલ કે ગોપીનાથ) બીકને માર્યો નાસી ગયે. સુલતાને એને પ્રદેશ લૂંટફાટ કરી તારાજ કર્યો તેથી એ એને તાબે થયો અને એણે ભારે નુકસાની આપવાની શરતે એની સાથે સંધિ કરી.૩૯
ઈ.સ. ૧૪૪૯માં સુલતાન મુહમ્મદશાહે ચાંપાનેર ઉપર ચડાઈ કરી. ત્યાંને રાય ગંગાદાસ બહાદુરીથી એની સામે ખુલ્લી લડાઈમાં ઝઝૂમ્યો, પરંતુ એમાં એ ફાવ્યો નહિ અને એણે પાવાગઢના પહાડી કિટલામાં જઈ આશ્રય લીધે. સુલતાને એને ઘેરો ઘાલ્યો. ત્યાં પોતે ત્યારે મુસીબતમાં સપડાયો હોવાનું જણાતાં રાય ગંગાદાસે માળવાના સુલતાન મહમૂદશાહ ખલજીની પાસે મોટી રકમ પેશકશ તરીકે આપવાની શરતે સહાય માગી. સુલતાન મહમૂદશાહ ખલજીએ પૈસાના લેભમાં એને સ્વીકાર કર્યો અને મોટું લશ્કર લઈ દાહોદ આગળ આવી એણે ત્યાં છાવણી નાખી.
આ સમાચાર સાંભળીને સુલતાને ત્યાંથી ઘેરે ઉઠાવી પાછી હઠીને સાવલી પરગણામાં કોઠડા ગામ પાસે આવીને મુકામ કર્યો હોવાની ખબર મળતાં મહમૂદશાહ ખલજી માંડૂ ચાલ્યો ગયો. એ પછી સુલતાનની બીમારીએ ગંભીર સ્વરૂપ પકડયું તેથી એણે અમદાવાદ તરફ કૂચ કરી અને ત્યાં ઈ.સ.૧૪૫૧ ના ફેબ્રુઆરીની તા. ૧૦મીએ એનું અવસાન થયું. એને અમદાવાદમાં એના પિતાના રોજામાં દફનાવવામાં આવ્યું.