SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદ : ગુજરાતનુ... મશહૂર પાર્ટનગર isė અમદાવાદમાં એક વખતે સે। કાર્ટિધ્વજ (કરોડપતિ) હતા એવી કિંવદતી છે. અમદાવાદ એશિયામાં નાણાવટનું મેણું કેંદ્ર હતું. અમદાવાદના વેપારીએાના આડતિયા એશિયા-યુરેાપના દરેક મેટા શહેરમાં હતા. અમદાવાદની ટૂંડી ગમે તે શહેરમાં ખપતી તે ગમે તે શડેરમાં અમદાવાદ ઉપરતી દૂડી મળી શકતી શુદ્ધ શરાફીના ધંધાને વળગી રહેતા નાણાવટી વધારે આબરૂદાર ગણાતા તે ‘પારેખ’ ‘પરીખ’ અગર 'પરી' તરીકે એાળખાતા. તે રાજ્યને નાણાં ધીરતા, લશ્કરમાં પણ ધીરધાર કરતા. દિલ્હી આગ્રા અને પૂનામાં એમની પેઢીએની શાખાઓ નીકળી હતી. ધણી વખત બજારની આપલેને બધા વ્યવહાર હૂંડીથી જ ચાલતા. અમદાવાદમાં વળી આંટને વહેવાર ચાલતા. એક આંટને ખીજી આંટ અપાતી, પણુ રાકડ નાણાં જોઈએ તે! વટાવ કાપવામાં આવતા. આંટને સટ્ટો ચાલતા તેથી આંટના ભાવમાં ધણી વધઘટ થયા કરતી.૪૧ સલ્તનતના સમયમાં સુલતાનના મહેલની પાસે મેદાને શાહ'માં શુક્રવારે ગુજરી ભરવાને રિવાજ હતેા. ઢારનું બજાર પણ એ દિવસે ભરાતું. ૪ થતું અમદાવાદ ઉદ્યોગપ્રધાન શહેર છે. એ પહેલેથી કાપડના ઉદ્યોગનું કેંદ્ર છે, અહીં રેટિયા અને હાથશાળે!નાં કારખાનાં હતાં. અહી' જાડુ તેમજ ઝીણું— બંને જાતનું સૂતર ક તાતું અને વણાતું. સરકારી કાપડવણાટનું ખાતું હતું તે રેશમી અને કસખી વાટ માટેનું લાગે છે. જાડા અને મધ્યમ પાતના કાપડ પર રંગાટીનું અને છાપવાનું કામ ઘણું ચાલતું. ૧૮ મી સદીમાં ઇંગ્લૅન્ડના લેકાએ અહીંનું કાપડ આયાત થતું એધુ કરી નાખ્યુ ૪ર રેશમી કાપડ માટે અમદાવાદ અખા દેશમાં મદૂર હતું. અહીંનું રેશમી કાપડ ટકાઉ હતુ. તેમજ એની ઉપર જરી કસબનું મનેાહર કામ થતું. દરેક વિદેશી મુસાફરે આ કાપડનાં મુક્તક ઠે વખાણ કર્યાં છે. અમુલ ફઝલ લખે છે કે અમદાવાદને રેશમી માલ અસાધારણ કારીગરીવાળા છે.” મરાઠા વહીવટમાં રેશમ ઉદ્યોગની દરેક ક્રિયા ઉપર જકાત લેતાં એની નિકાસ મંદ પડી તે એ ઉદ્યોગને ધણા ધેાકેા લાગ્યા.૪૩ અમદાવાદ કિનખાબના કામમાં ખાસ ખ્યાતિ ધરાવતું. ૧૬૯૫ માં એક મુસાફર લખે છે કે વેનીસના જેવા કસબ અને રેશમને માલ અમદાવાદમાં ખતે છે તે એમાં ફૂલવેલની તથા પંખીની સુંદર વિચિત્ર ભાતા કરવામાં આવે છે. કિનખાબની જેમ મખમલનું કામ પણ અમદાવાદમાં સારુ થતુ. એક લાખ રૂપિયાના ખર્ચે અમદાવાદમાં તૈયાર કરાવેલે મખમલ ઉપર કસબથી
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy