________________
૬૮]
સલતનત કાલ
આર્થિક સ્થિતિ
અમદાવાદ ખંભાત-ધોળકાના મહામાર્ગ પર આવેલું હેઈ સૌરાષ્ટ્ર, અણુ હિલવાડ અને ભણ્ય તરફના વેપારનું મથક હતું. અહીં ગુજરાતની સલતનતનું પાયતખ્ત થતાં એ વેપાર-ઉદ્યોગનું મહત્વનું કેંદ્ર બન્યું. બારબોસા (૧૫ મી સદી) લખે છે કે ગુજરાતનું આ નવું પાટનગર બીજાં ઘણાં શહેરો અને બંદરોનું કેંદ્ર છે.*
અમદાવાદનાં કિનખાબ, મશરૂ અને સુતરીકે કાપડ ખંભાતથી દેશાવર જતાં અને કેરાથી પેકિંગ સુધીનાં પૂર્વનાં શહેરનાં બજારમાં ખૂબ ખપતાં. આફ્રિકાના કિનારા ઉપર એ કાપડ સોનાના બદલામાં વેચાતું અને ઘણી વાર એની સોગણી કિંમત ઊપજતી.
૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં ખંભાતના અખાતનો ઉપલે ભાગ પુરાઈ જવાથી ખંભાતનું બંદર તરીકે મહત્ત્વ ઘટયું ને પરિણામે અમદાવાદના વેપારને જરા ધક્કો લાગ્યો, છતાં અમદાવાદથી દર દસ દિવસે નિકાસ માટે કિંમતી સામાન ભરેલાં ૨૦૦ ગાડાં ખંભાત જતાં.૩૭ ૧૫૮૮માં સીઝર ફેડરિક નામે મુસાફર લખે છે કે મેં નજરે ન જોયું હોત તો અમદાવાદનો આવડે મોટો વેપાર છે એ હું માનત નહિ.૩૮ ૧૬૩૮ માં મેડેલે લખે છે કે “અહીંના વેપારીઓના આડતિયા એશિયાના દરેક ભાગમાં તેમજ કોન્ટટિનોપલમાં હોવાથી હૂંડિયામણ સરસ અને ફાયદાકારક રહ્યું છે. આખા એશિયામાં કોઈ પ્રજા કે કેાઈ ભાલ એ ભાગ્યે જ છે કે જે અમદાવાદમાં જોવા ન મળે.૩૯ ૧૬૬૬માં થે લખે છે કે ગળીની નિકાસ બહુ મોટી છે, દિલ્હી અને લાહોરથી ઘાણું કાપડ આવે છે, શહેરમાં બનેલ સાટીને મખમલ ટાફેટ મશરૂ કિનખાબ અને ઊનને માલ પણ ચડે છે.
૧૬૮૫ માં જેમીલી કેરેરી લખે છે કે “અમદાવાદ ઉદ્યોગેનું વડું મથક છે, હિદમાં સહુથી મોટું શહેર છે ને પંખી બ તથા ફૂલેની અદ્દભુત ભાતવાળા એના કિનખાબ માટે એ વેનીસથી જરાય ઊતરતું નથી.૪૦
ખંભાતને બદલે સુરતનું બંદર ખીલતાં અમદાવાદના મોટા વેપારીઓએ સુરતમાં પણ પેઢીઓ કાઢી. મુઘલ કાલમાં ઘણી વાર હિંદુઓ પર મુસલમાને કરતાં બમણી જકાત રાખવામાં આવી હતી. મરાઠા કાલમાં તે જાનમાલની સલામતી પણ નહોતી. આથી શહેરમાં દાણુનું અને કરવેરાનું જોર વધ્યું હતું. પરિણામે અમદાવાદની અંદર વેપાર ઘણે ઓછો થઈ ગયો.