________________
૪ થું ] સેલંકી રાજ્યની જાહેરજલાલી
[ ૫૭ આ રાજાએ પ્રેત્સાહન આપ્યું હતું.૭૯ પાઠશાળાઓમાં ઇનામો વગેરેની વ્યવસ્થા કરી એણે વિદ્યાભ્યાસને પણ ઉત્તેજન આપ્યું.”
મંત્રીઓમાં સાંત્વ, મુંજાલ, આશુક, સજજન, ઉદયન વગેરે અનેક મંત્રીઓ નામાંકિત હતા. પુરહિત કુમાર તથા શોભ પણ રાજાના માનીતા હતા.૦૧
સિદ્ધરાજે શવ હતો. એણે સૌરાષ્ટ્ર છતી પગપાળા સોમનાથની યાત્રા કરી. માતા મયણલદેવીના આગ્રહથી એણે સોમનાથની યાત્રાવેરો કાઢી નાખ્યો. સરસ્વતીના તીરે આવેલા રુદ્રમહાલયને એણે મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું ને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી “સિદ્ધપુર' તરીકે જાણીતું થયું. પાટનગર અણહિલપાટક પત્તનમાં સિદ્ધરાજ જયસિંહે સુકાઈ ગયેલા જૂના જળાશયના સ્થાને મોટું ભવ્ય જળાશય કરાવ્યું.૮૧ એના કાંઠે ૧૦૦૮ શિવાલય બંધાવ્યાં, ને એથી એ “સહસ્ત્રલિંગ” નામે ખ્યાતિ પામ્યું. એ જળાશય ખોદાતું હતું ત્યારે જસમા નામે એક રૂપાળી ઓડણ પર સિદ્ધરાજ મોહિત થયો, પણ જસમા રાજાને વશ ન થતાં એને શાપ દઈ મરી ગઈ એવી લોકકથા ઘણી કપ્રિય થઈ હોવા છતાં એમાં અતિહાસિક તથ્ય રહેલું ભાગ્યે જ સંભવે છે.
સિદ્ધરાજ જયસિંહે રાજકોશની સમૃદ્ધિને ઉપયોગ બીજા અનેક દેવાલયો તથા જળાશય બંધાવવામાં પણ કર્યો. ગુજરાતમાં એણે ઠેકઠેકાણે દેવાલય બંધાવ્યાં ને જળાશય બંધાવ્યાં, આથી અનેક પ્રાચીન દેવાલયો કે જળાશયનું કર્તવ એને આપવામાં આવે છે.૮૩ એણે સરસ્વતીના તીરે મહાવીરનું ચિત્ય પણ બંધાવ્યું હતું.૮૪ સહસ્ત્રલિંગના તીરે એણે સત્રશાળાઓ તથા દાનશાળાએ બંધાવી હતી." બ્રાહ્મણને સિદ્ધપુર વગેરે ગામનું દાન દીધું.૮૫
મહાલય (રુદ્રમહાલય), મહાયાત્રા (સોમનાથની પદયાત્રા), મહાસર (સહસ્ત્રલિંગ સરોવર) અને મહાસ્થાન (દાનશાલા ?)-પુઆ એ સિદ્ધરાજનાં અનુપમ સુત ગણાય છે.૮૫
વિ. સં. ૧૧૮૧(ઈ.સ. ૧૧૨૫)માં સિદ્ધરાજની રાજસભામાં શ્વેતાંબર દેવસૂરિ અને દિગંબરસૂરિ કુમુદચંદ્ર વચ્ચે વાદવિવાદ થયો ને એમાં શ્વેતાંબરમતને વિજય થયો.૮૬
સિદ્ધરાજ જન સૂરિઓને ઘણું માન આપતો. હેમચંદ્રાચાર્યના ઉપદેશથી એણે આખા રાજ્યમાં પર્વદિનોમાં અમારિ (પશુ વધની મનાઈ) ફરમાવી હતી.” એણે સિદ્ધપુરમાં મહાવીરનું દેરાસર પણ બંધાવ્યું હતું.૦૭ સોમનાથની યાત્રા સમયે ગિરનાર થઈ નેમિનાથનાં દર્શન કર્યા.૮૭આ