________________
૫૮ ] સોલંકી કાલ
[ 5. ખંભાતમાં અગ્નિપૂજકોએ મુસલમાનોની મસ્જિદ બનાવી એવી ફરિયાદ થતાં સિદ્ધરાજે ગુપ્ત રીતે જાતે તપાસ કરીને એની ખાત્રી થતાં અપરાધીઓને દંડ કર્યો એવો કિસ્સો મુહમ્મદ શફીએ ઈ. સ. ૧૨૧૧માં નેગે છે,૮૮ એ સિદ્ધરાજની નિષ્પક્ષતા તથા ન્યાયપ્રિયતાનું સચેટ દષ્ટાંત છે.
ધર્મ તથા વિદ્યાલાને પ્રોત્સાહન આપનાર આ ઉદાર રાજવી જનસમાજમાં ઉજનના પરદુઃખભંજન વિક્રમાદિત્ય જેવો લોકપ્રિય થયે ને લોકોમાં એના પરમાર્થ માટે તથા એની અજબ સિદ્ધિઓ માટે તરેહ તરેહની વાતો પ્રચ. લિત થઈ.૮૯
સિદ્ધરાજ આમ અનેક રીતે સુખી હતો, પરંતુ એને પુત્રની ખોટ હતી. એણે અનેક દેવોની આરાધના કરી, પરંતુ એ છેવટ સુધી અપુત્ર રહ્યો. સિદ્ધરાજ ૪૯ વર્ષનું લાંબું રાજય ભોગવી વિ. સં. ૧૦૯૪ (ઈ.સ, ૧૧૪૩)માં મૃત્યુ પામે એવી અનુશ્રુતિ છે.... જ્યારે એના બાલીન શિલાલેખમાં વિ. સં. [૧૨]૦૦ નું વર્ષ વાંચવામાં આવ્યું છે. ૯૧ જો આ વર્ષનું વાચન બરાબર હોય તો સિદ્ધરાજનું મૃત્યુ વિ. સં. ૧૨૦ ઈ. સ. ૧૧૪૩)માં, નહિ તે વિ. સં. ૧૧૯૯(ઈ.સ. ૧૧૪૨)માં થયું ગણાય.૯૨
૮. કુમારપાલ રાજ્યપ્રાપ્તિ
સિદ્ધરાજ અપુત્ર રહેતાં, ભીમદેવની રાણી ઉદયમતિના વંશને અંત આવ્યો ને રાજગાદીને વારસો છેવટે બકુલાદેવીના વંશને મળ્યો. બકુલાદેવીના પુત્ર શ્રેમરાજના પુત્ર દેવપ્રસાદને પુત્ર ત્રિભુવનપાલ સિદ્ધરાજને સામંત અને સહાયક હતો
એમ હેમચંદ્રાચાર્ય નેધે છે. ૭ ત્રિભુવનપાલની પત્નીનું નામ કશ્મીરદેવી હતું.. તેઓને ત્રણ પુત્ર હતાઃ કુમારપાલ, મહીપાલ અને કીર્તિપાલ. પુત્રી પ્રેમલદેવી અશ્વાધ્યક્ષ કૃષ્ણદેવને પરણી હતી, ને દેવલદેવી શાકંભરીના રાજા અર્ણરાજને.૯૪
કૃષ્ણદેવ તથા કીર્તિપાલ સિદ્ધરાજના સૈન્યમાં ઊંચે અધિકાર ધરાવતા ૯૫. પરંતુ પિતે અપુત્ર રહેવાથી પોતાની રાજગાદીને ઉત્તરાધિકારી કુમારપાલને મળશે એ સ્થિતિ સિદ્ધરાજને ખૂંચતી હતી, સ્પષ્ટતઃ બકુલાદેવીના હીનકુલને લઈને, આથી કુમારપાલને રાજા તરફથી સતત ભય રહેતો હતો, ને એને સલામતી માટે ગુપ્ત વેશે વરસો સુધી ભટકતા રહેવું પડેલું. એ દરમ્યાન એને હેમચંદ્રાચાર્યને ઠીક. સહારે મળત. ખંભાતમાં મંત્રી ઉદયને પણ કંઈ સહારો આપેલે. સિદ્ધરાજના. મૃત્યુ સમયે કુમારપાલ માળવામાં હતું. સિદ્ધરાજના મૃત્યુની ખબર પડતાં એ ત્યાંથી