________________
૫૬ ]
સેલંકી કાલ
[. કટકના રાજા પરમર્દીને દૂત આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે, એ પરથી તો વિક્રમાદિત્યે સિદ્ધરાજ સાથે રાજકીય સંબંધ રાખેલે એટલું જ સુચિત થાય છે.
સોમેશ્વરે જયસિંહદેવે ગૌડદેશના રાજાને જીત્યાનું અને ચારિત્રસુંદરગણિએ સિદ્ધરાજે મગધ કાશ્મીર અને કાર દેશને છત્યાનું જણાવ્યું છે એ સ્પષ્ટતઃ કવિઓની રૂઢ કલ્પના ગણાય.૭૦ રાજ્યવિસ્તાર
સિદ્ધરાજ જયસિંહે આમ સેલંકી રાજ્યને એક વિશાળ અને પ્રબળ રાજ્યમાં વિકસાવ્યું. તળ-ગુજરાતમાં એનું શાસન લાટદેશ પર પણ પ્રવર્તતું એની પ્રતીતિ ભૃગુકચ્છ–(ભરૂચ)માં લખાયેલી હરતપ્રતોની પુપિકા પરથી થાય છે. સૌરાષ્ટ્ર પર પણ હવે સિદ્ધરાજનું શાસન પ્રવર્તતું એને ગાળા(જિ. સુરેન્દ્રનગર)ના શિલાલેખ પરથી તેમજ ગિરનાર પરના શિલાલેખ૭૩ પરથી સબળ સમર્થન મળે છે. ભદ્રેશ્વરના વિ. સં. ૧૧૫ (ઈ.સં. ૧૧૩૯)ના શિખાલેખ૭૪ પરથી કચ્છમાં સિદ્ધરાજનું શાસન પ્રવર્તતું હોવાની પ્રતીતિ થાય છે. પૂર્વમાં એની સત્તા છેક માળવા સુધી પ્રસરી હતી. ઉજજન અને દાહોદના શિલાલેખો પરથી એનો સબળ પુરાવો સાંપડે છે. તલવાડા તથા ઉદયપુરના અભિલેખ આ બાબતનો પુરાવો પૂરો પાડે છે. માળવાને લઈને વાગડ અને મેવાડ પણ સોલંકી રાજ્યની અંતર્ગત ગણાયા. ઉત્તરે રાજસ્થાનના કેટલાક ભાગમાં પણ જયસિંહદેવની આણુ પ્રવર્તતી. કિરાડુ વિભાગમાં રાજ્ય કરતે સોમેશ્વર સિદ્ધરાજની કૃપાનો નિર્દેશ કરતો. ભીનમાલ, કિરાતુ અને બાલીના શિલાલેખ પરથી દક્ષિણ રાજસ્થાનમાં સિદ્ધરાજની સત્તા પ્રવર્તતી હોવાની પ્રતીતિ થાય છે.૭૭ સાંભરના શિલાલેખ પરથી શાકંભરી પણ શેડો વખત સિદ્ધરાજની સત્તા નીચે હોવાનું નિશ્ચિત થાય છે.૭૮ આમ સિદ્ધરાજ જયસિંહના સમયમાં સોલંકી રાજ્યની સત્તા સમસ્ત ગુજરાત ઉપરાંત માળવા, મેવાડ અને મારવાડ પર અને કેટલેક અંશે છેક સાંભર (અજમેર) સુધી પ્રવત. સાંસ્કૃતિક સિદ્ધિઓ
સિદ્ધરાજે વિદ્યા તથા કલાના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું. એણે હેમચંદ્રાચાર્યને નવું શબ્દાનુશાસન તૈયાર કરવા પ્રેરણા આપી, જરૂરી સાધનસામગ્રી મંગાવી આપી ને એ ગ્રંથ તૈયાર થયે એનું બહુમાન કર્યું. પ્રજ્ઞાચક્ષુ કવિ શ્રીપાલને સિદ્ધરાજ પોતાને બંધુ માન. હેમચંદ્રાચાર્ય, રામચંદ્ર, શ્રીપાલ, વાટ, જયમંગલ, યશશ્ચંદ્ર, વર્ધમાનસરિ, સાગરચંદ્ર ઇત્યાદિ અનેક વિદ્વાને તથા કવિઓને