________________
૩૬ ]
સોલંકી કાલ
[ પ્ર. આબુ પરનું આધિપત્ય
આબુનો પરમાર રાજા ધંધુક દુર્લભરાજને સામંત હતો, પણ ભીમદેવના સમયમાં એણે સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો. ભીમદેવે ધંધુકને વશ કર્યો, તે એણે માળવાના પરમાર રાજ્યમાં આવેલા ચિત્રકૂટમાં આશ્રય લીધો. ભીમદેવે વિમલ મંત્રીને આબુને દંડનાયક નમે ને એ દંડનાયકે ધંધુકને સમજાવી ચંદ્રાવતીમાં પુનઃ પ્રતિષ્ઠિત કર્યો. ૧૦૧ દંડનાયક વિમલે વિ. સં. ૧૦૮૮(ઈ. સ. ૧૦૩૨)માં આબુ ઉપર આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું.૧૦૨ એ “વિમલ-વસતિ’ તરીકે પણ ઓળખાય છે. ધંધુકે ફરી પાછા સ્વતંત્ર થવા પ્રયત્ન કર્યો, પરંતુ ચૌલુક્ય રાજ્યનું આધિપત્ય પુનઃ દઢ થયું, જે છેક તેરમી સદીના અંત સુધી ટકી રહ્યું. ૧૩ માળવા સાથે સંઘર્ષ | ગુજરાત અને માળવા વચ્ચેનો સંઘર્ષ ભીમદેવના સમયમાં ચાલુ રહ્યો. ધારાપતિ ભેજની રાજસભા વિદ્વત્તા તથા કાવ્યરચના માટે ખ્યાતિ ધરાવતી, આથી કઈ વાર ભોજ ગુજરદેશની વિદ્વત્તાની ય કસોટી કરતો એવા પ્રસંગ “પ્રબંધચિંતામણિ” નિરૂપે છે. ૧૦૪ વળી રાજકીય સંબંધને લગતા કેટલાક રસપ્રદ પ્રસંગ એમાં આલેખાયા છે; દા. ત. એક વર્ષ દુકાળ પડતાં ભોજના આક્રમણની તૈયારી જણાતાં ભીમે ડામર નામે સાંધિવિગ્રહકને ભેજ પાસે મેક ને ડામરે રાજવિડંબનનું નાટક જોતાં તૈલપના સંદર્ભમાં ભોજને મુંજના વધનું સ્મરણ કરાવી એના સૈન્યને તૈલંગદેશ તરફ વાળ્યું.૦૫ વળી ભીમ સિંધુદેશના વિજયમાં રોકાયેલો હતા ત્યારે ભોજે મોકલેલે સેનાપતિ કુલચંદ્ર અણહિલપુરનો ભંગ કરી રાજમહેલના દ્વાર આગળ કડીઓ દાટીને પત્ર લઈ પાછો ફર્યો. ડામરે ભોજની સભામાં ભીમના અમાપ રૂપનું વર્ણન કરતાં ભેજના મનમાં ભીમને જોવાની ઇચ્છા જાગી ને ડામર વિપ્રના વેશમાં ભીમને ભોજની સભામાં લઈ પણ ગયો, પરંતુ ભોજને એને ખરે ખ્યાલ આવે તે પહેલાં ભીમ ક્યાંય પલાયન થઈ ગયેલો.૧૦૬ કઈ વાર ભેજને ધારાનગરીમાં ગુર્જર સિનિક ઘેરી લેતા.૧૦૭ આમ લાંબા કાલ લગી ભીમ અને ભોજ વચ્ચે મુસદ્દીગીરી-ભર્યો શાંતિમય સંબંધ રહ્યો લાગે છે, પરંતુ આખરે એ સબંધ સંઘર્ષમાં પરિણમ્યો.
ચેદિના કલચુરિ રાજા કર્ણને પણ માળવાના રાજા ભોજ સાથે સર્વોપરિસત્તા માટે સ્પર્ધા હતી. એમાં આખરે કણે ભજ પર ચડાઈ કરી ને ભોજનું અધું રાજય આપવાનું વચન આપી ભીમને માળવા પર પાછળથી ચડી આવવા નિમંડ્યો. આ બે રાજવીઓના સંયુક્ત આક્રમણ દરમ્યાન વયેવૃદ્ધ ભેજરાજ