________________
સેલંકી રાજ્યને અભ્યય
[૩૫ પ્રવેશ કર્યો. સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર આગળ ભીષણ યુદ્ધ ખેલાયું ને લગભગ ૫૦ હજાર સૈનિકે મંદિરનું સંરક્ષણ કરતાં કરતાં ખપી ગયા. મંદિર ગઝનવી ફોજના કબજામાં આવ્યું. સોમનાથના લિંગને ઉખેડી એના ટુકડા કરવામાં આવ્યા, મંદિરને તોડીફાડી નુકસાન કરવામાં આવ્યું ને એમાંથી અઢળક સંપત્તિ લૂંટી લેવામાં આવી.૫
પરંતુ મહમૂદ અહીં કાયમી સત્તા સ્થાપી શક્યો નહિ. એ વંટોળિયાની જેમ આ હતો ને વંટોળિયાની જેમ ચાલ્યા ગયે. “હિંદુઓનો બાદશાહ પરમદેવ” એનો માર્ગ આંતરી બેઠો હતો તેથી મહમૂદને કચ્છ અને સિંધનો વધુ વિટ માર્ગ લે પડ્યો. એ રસ્તે એની ફેજને ભારે ખુવારી વેઠવી પડી. આ “પરમદેવ” તે ભીમદેવ લાગે છે. એણે સંયોગાનુસાર અગાઉ અણહિલવાડમાં સામને કરવાનું ટાળીને હવે પાછા ફરતી ફરજને માર્ગમાં આંતરવાનો બૅડ ર લાગે છે, પરંતુ મહમૂદે પાછા ફરવાનો માર્ગ બદલતાં ભીમદેવનો વ્યુહ કામિયાબ નીવડ્યો નહિ. કચ્છના દંડનાયકે મહમૂદની ફોજને હેરાન કરવા ધારી, પણ મહમૂદે એને હરાવી આગેકૂચ કરી. | હેમચંદ્રાચાર્ય થાશ્રયકાવ્યમાં ભીમદેવે સિંધુદેશના રાજા હમ્મુક પર ચડાઈ કરી એને હરાવ્યો હોવાનું પરાક્રમ વિગતે વર્ણવ્યું છે. એમાં કંઈ અિતિહાસિક તથ્ય રહેલું હોય તો એ પરાક્રમ કાં તે સિંધમાં થઈ પાછા ફરતાં મહમૂદની ફોજના સંબંધમાં થયું હોય અથવા તો મહમૂદના મરણ પછી સુલતાન મદૂદના સમયમાં કેટલાક હિંદુ રાજાઓએ સંગઠિત થઈ પંજાબમાં મુસ્લિમ સત્તાનો નાશ કર્યો અને સંબંધમાં થયું હોય.૯૮
મહમૂદ ગઝનવીની આ ચડાઈને વૃત્તાંત મુસ્લિમ ઇતિહાસકારોએ વર્ણવ્યો છે. પશ્ચિમ ભારતના પ્રાચીન સાહિત્યમાં એને અછડતો ઉલ્લેખ થયો છે. ૧૦૦
ગુજરાત પરની ગઝનવીની ચડાઈથી અહીંની પ્રજામાં હાહાકાર પ્રવર્યો હશે, પરંતુ એ ચડાઈનું કંઈ સ્થાયી પરિણામ ન આવતાં એની અસર લાંબો વખત ટકી નહિ. સેમિનાથ મંદિરના નાશથી ધાર્મિક ક્ષેત્રે આઘાત લાગ્યું હશે, પરંતુ ભીમદેવે ચેડા વખતમાં પથ્થરનું નવું મંદિર બંધાવી દીધું, આથી રાજકીય તેમજ ધાર્મિક દૃષ્ટિએ મહમૂદ ગઝનવીની ચડાઈ દુઃખ જેવી નીવડી. | મોઢેરાનું સૂર્યમંદિર પણ આ અરસામાં નિર્માણ કે સંસ્કરણ પામ્યું એવું એમાં એક શિલા પર કોતરેલા વિ. સં. ૧૦૮૩ ના વર્ષ પરથી માલમ પડે છે.