________________
૩૪ ] સેલંકી કાલ
[ પ્ર. પ્રબંધચિંતામણિમાં દુર્લભરાજ ભીમદેવ ૧ લાને રાજ્યાભિષેક કરી તીર્થોપાસના કરવા વારાણસી જવા માટે માલવમંડલમાં થઈ જતાં મુંજે એનાં છત્રચામરાદિ રાજચિહ્ન ઉતરાવી લેતાં દુર્લભરાજે ભીમદેવને એ વૃત્તાંત જણાવી કાપટિવેશે તીર્થગમન કર્યાનું જણાવ્યું છે, પરંતુ એ ઘટના હેમચંદ્રાચાર્યના જણાવ્યા મુજબ ચામુંડરાજના સંબંધમાં બની લાગે છે.
દુર્લભરાજ પિતે અપુત્ર હતો ને પિતાના નાના ભાઈ નાગરાજના પુત્ર ભીમને પિતાને પુત્ર માનતે હતે. દુર્લભરાજ અને નાગરાજ ભીમદેવને રાજ્યાભિષેક કરી મૃત્યુ પામ્યા.૯૩
૫. ભીમદેવ ૧ લે ભીમદેવ નાગરાજ અને લક્ષ્મીને પુત્ર અને દુર્લભરાજનો માનીતે ભત્રીજો હતા. દુર્લભરાજના આગ્રહથી વિ. સં. ૧૦૭૮(ઈ. સ. ૧૦૨૨)માં એનો રાજ્યાભિપેક થયો.૯૭ મહમૂદ ગઝનવીની ચડાઈ
એ પછી થોડા વખતમાં ગુજરાત પર સુલતાન મહમૂદ ગઝનવીની ચડાઈ થઈ. ગઝના(અફઘાનિસ્તાન)ના એ સુલતાને ઈ.સ. ૧૦૦૦-૧૦૨૨ દરમ્યાન ઉત્તર ભારતવર્ષમાં પેશાવર, ઉલ્માંડ, ભાટિયા, મુલતાન, થાણેસર, મથુરા, કનોજ, ગ્વાલિયર, કાલંજર વગેરે અનેક સ્થળે પર ચડાઈ કરી હતી, ગંધારના શાહી રાજ્યને પ્રદેશ સર કર્યો હતો, અનેક કિલ્લા કબજે કર્યા હતા, મંદિરને નાશ કર્યો હતો ને અઢળક દ્રવ્ય લૂંટયું હતું.૯૪ ઈ. સ. ૧૦૨૫ માં એણે સૌરાષ્ટ્રમાં આવેલા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરવા પ્રયાણ કર્યું. મુલતાન પહોંચીને રણમાં થઈ જવા માટે ૩૦ હજાર ઊંટ ઉપર પૂરતા દાણા પાણીના પુરવઠાની જોગવાઈ કરી, મુલતાનથી દવા (જેસલમીર પાસે) અને ચિકલોદર માતાને ડુંગર વટાવી અણહિલવાડ તરફ કૂચ કરી. મહમૂદની ફેજ રણના વિકટ રસ્તે અણધારી ઝડપે આવી પહોંચી ત્યારે ભીમદેવ નિષ્ફળ સામને કરવાનું ટાળી ત્યાંથી પલાયન કરી ગયો. અણહિલવાડમાં પુરવઠે ઉમેરી મહમૂદે ત્યાંથી તેમના તરફ કૂચ કરી. મહેરામાં ૨૦ હજાર સૈનિકે એ મુસ્લિમ ફેજને સામનો કર્યો, પણ આખરે એ નિષ્ફળ ગયા. ત્યાંથી મહમૂદે સૌરાષ્ટ્રમાં કૂચ કરી. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલા ઊના પાસે દેલવાડા પર હુમલો કરી એને લૂંટયું ને ત્યાંના લોકોને મારી નાખ્યા. ત્યાંથી બે દિવસમાં એ સોમનાથ પાટણ પહોંચ્યો (૬ ઠ્ઠી જાન્યુઆરી, ઈ. સ. ૧૦૨૬). બીજે દિવસે સોમનાથના દુર્ગ પર હલ્લે કર્યો. બાણેના ભારે મારાથી મુસ્લિમ ફોજે દુર્ગના સૈનિકોને અંદર ભગાડ્યા ને કેટ પર ચડી અંદર