________________
શિe]. આનુશ્રુતિક વૃત્તાંત
[૫૫૧ શ્રાદ્ધ વખતે દ્વારભટ્ટ કહે : “રાજપિતામહ મલ્લિકાર્જુનને પિતૃઓમાં ભેળ, પછી પિંડ મુકે.” આથી કુમારપાલે આંબડને મો.૯
મલ્લિકાર્જુનના પુત્ર પાપક્ષય હાર વગેરેની ઉત્પત્તિ કહી : મલ્લિકાર્જુનના એકવીસમા પૂર્વજ ધવલાજુનને પંદર રાણી હતી. વળી એક ખડે પરણી આવી તેને રાજા ઓળખતો પણ ન હતું. એક પરિત્રાજિકાએ પતિને વશ કરવા સરસવા મંત્રી આપ્યા તેની ખીચડી રાંધી, પણ કદાચ પરિત્રાજિક દુમને મોકલી હોય એવી આશંકાથી દરિયામાં નાખી દીધી. સમુદ્ર રાજાના રૂપે રાણુ પાસે આવવા લાગે. એને પુત્ર થયો. રાજા કહે : “હું તે ઓળખતે જ નથી.” શુદ્ધિ માટે દિવ્ય લીધું. લેઢાની નૌકામાં બેઠી. નૌકા ડૂબી, પણ ક્ષણવારમાં જ શૃંગારકેટી સાડી વગેરે પહેરેલી દિવ્યરૂપે ઉપર આવી, રાજાએ સ્વીકારી. ૮૦ વિચાર-ચતુર્મુખ કુમારપાલ
એક વખત “ઉપમા” શબ્દને બદલે રાજ કુમારપાલ “ઊપસ્યા બોલ્યા, તેથી કપદી મંત્રીએ ઉચ્ચારશુદ્ધિ ઉપર ભાર મૂકી “મૂર્ખ રાજા કરતાં અરાજક વિશ્વ વધારે સારું” એમ કહ્યું. ૫૫ વર્ષના કુમારપાલે માતૃકા પાઠથી માંડીને અભ્યાસ શરૂ કર્યો અને એક જ વર્ષમાં વૃત્તિકાવ્યત્રય શીખી ગયે. આથી એને
વિચારચતુર્મુખ” એવું બિરુદ મળ્યું. કુમારપાલે બંધાવેલા કેટલાક વિહાર
પિતાની રખડપટ્ટી દરમ્યાન પોતે ધન લઈ લેવાથી ઉંદર મરી ગયેલ એ માટે રાજાએ પ્રાયશ્ચિત્ત પૂછતાં એના નામથી અંકિત વિહાર આચાર્યે એની પાસે કરાવ્યો.૮૨
રખડપટ્ટ દરમ્યાન એક વાણિયણે ત્રણ દિવસના ભૂખ્યા કુમારપાલને શાલિકાઓ (કરા) જમાડેલ-જ્ઞાતિ, નામ ગામ કક્ષાના સંબંધ વિના, આથી પાટણમાં કરબ-વિહાર કરાવ્યા.૩
સપાદલક્ષના એક અવિવેકી શ્રીમંતે વાળ હળતાં પત્નીએ આપેલી જ મસળીને મારી નાખી તેથી અમારિ કરાવનાર પંચકુલે એને પાટણ લાવી રાજા આગળ ખડે કર્યો. હેમાચાર્યના આદેશથી રાજાએ એને ધન વડે ત્યાં જ “મૂકા-વિહાર” બંધાવ્યું.૮૪
ખંભાતમાં જ્યાં હેમાચાર્યો દીક્ષા લીધેલી તે સાલિગ-વસહિકા-પ્રાસાદને કુમારપાલે રત્નમય બિંબથી અલંકૃત એવો અનુપમ જીર્ણોદ્ધાર કરાવ્યો.૮૫