________________
સોલંકી કાર
[પરિ. ઉત્યંત ઉપર જવાને ન માર્ગ
કુમારપાલ તીર્થયાત્રાના સંધની તૈયારી કરતા હતા ત્યાં ડાહલના કર્ણના આક્રમણના સમાચાર આવ્યા, પરંતુ ગજાધિરૂઢ કર્ણ માર્ગમાં મરી ગયો આથી બેવડા ઉત્સાહથી યાત્રાએ નીકળે. ધંધુકામાં સત્તર હાથને લિકા-વિહાર બંધાવી ઉજજયંત ગયો ત્યાં પર્વત પ્રજતાં હેમચંદ્રાચાર્યે બે પુણ્યશાળી માણસ ઉપર સાથે જાય તેમના ઉપર છત્રશિલા પડશે એવી વૃદ્ધ પરંપરા જણાવી. રાજાએ આચાર્ય સંઘ સાથે ઉપર મેકલ્યા અને પોતાના માટે જૂનાગઢ તરફ નવો માર્ગ કરવા માટે વાલ્મટને આદેશ આપ્યો. એના માટે રોસઠ લાખ ખર્ચાયા.
રાત્રે ભારતીએ હેમાચાર્યને જણાવ્યું કે વિદન સંભવ હોવાથી રાજાએ ઉપર ન ચડતાં નીચે જ નેમિનાથને વંદવા, તેથી રાજા નીચે રહ્યો.૮૭ સુવર્ણસિદ્ધિનો નિષેધ - કુમારપાલને સુવર્ણસિદ્ધિની ઇચ્છા થઈ. હેમચંદ્રાચાર્યના ગુરુ દેવચંદ્રાચાર્યને પાટણ બેલાવ્યા. સંધનું મોટું કાર્ય સમજી તીવ્રવ્રતધારી સૂરિ આવ્યા. હેમચંદ્રની બાલ્યાવસ્થામાં તાંબાના ટુકડાને એક વેલને રસ ચોપડી તપાવતાં સેનું બનેલું તે વેલનું નામ વગેરે એમણે ગુરુને પૂછયું, આથી કપાયમાન થઈ દેવચંદ્રસૂરિ કહેઃ “મગના પાણી જેટલી વિદ્યા પણ ન જીરવી શકનાર તને મંદાગ્નિને આ મોદક જેવી ભારે વિદ્યા કેમ અપાય ?” રાજને પણ જણાવી દીધું કે એ સિદ્ધિ તારા નસીબમાં નથી. પછી તરત પાછા ચાલ્યા ગયા.૯૮ કુમારપાલ અને આનાક
- કુમારપાલની બહેન શાકંભરીને આનાકને પરણાવેલી. સેગઠાબાજી રમતાં આનાકે “મારે મૂડિયાને” એમ કહેવાથી રાણી ગુસ્સે થઈ. આનાકે પાટુ ભારતાં એની જીભ ખેંચી કાઢવાની પ્રતિજ્ઞા લઈ પાટણ આવી. કુમારપાલે પોતાને મારવાનું આનાકનું કાવતરું જાસૂસ દ્વારા પકડડ્યું. આનાકે લાંચ આપી ગુજરાતના સૈનિક ફેડ્યા, પણ એ જીવતે પકડાઈ ગયે. ટોપીની બે જીભ (કસ) આગળ રખાતી તે પાછળ રાખવાની શરતે કુમારપાલે એને છેડ્યો. વિજયની નિશાનીરૂપે ત્યાંની પથ્થરની ઘાણીઓ તેડી નાખી.
સિદ્ધરાજને પ્રતિપન્નપુત્ર ચાહડદેવ આનાકને પદાતિ બન્યા અને આનાક કૂચ કરી કુમારપાલ સામે ગયે. કુમારપાલને મહાવત ચઉલગ ઠપકો મળતાં ચાલ્યો ગયે. સામળ મહાવત બન્ય. ચાહડે સામ તેને ફોડેલા એ કળી ગયે. લહપંચાનનના કાન ઉત્તરીયથી ઢાંકી ચાહડની ગર્જનાથી બચાવ્યો. સામળને