________________
શિષ્ટ
આનુકૃતિક વૃત્તાંત
[૫૯ એ પછી માળવા જતાં કોંગેશ્વરના પ્રાસાદમાંની પ્રશસ્તિ–પાટિકામાં નીચેની ગાથા વાંચી :
पुण्णे वाससहस्से सयम्मि वरिसाण नवनवइअअहिए।
होही कुमरनरिन्दो तुह विकमराय सारिच्छो ॥ આથી સિદ્ધરાજ અવસાન પામ્ય જાણી પાટણ ગયો. બીજે દિવસે બીજા બેને રાજા તરીકે અગ્ય પ્રમાણી એના બનેવી રાજકુલ કાન્હડદેવે ૫૦ વર્ષના કુમારપાલને રાજ્યાભિષેક કર્યો. ૧૮
કુમારપાલ કડી ગામના પાદરમાં સૂત. આરક્ષકે ચેર જાણું કામળ વગેરે પડાવી મૂક્યો. બીજે દિવસે પાટણ પહોંચે. ત્યાં બીજા ત્રણને અયોગ્ય ઠરાવ્યા ને કુમારપાલની વરણી કરી.” કુમારપાલની ધાક
પ્રૌઢ હોવાથી તથા બહુ ફરેલ હોવાથી કુમારપાલે રાજ્યની લગામ પોતાના હાથમાં જ લઈ લીધી. વૃદ્ધ રાજપુરુષને એ ન ગમ્યું. એમણે એક દરવાજે એના મારા ગોઠવ્યા. રાજા બીજે દરવાજે પ્રવેશ્યો અને પેલા પ્રધાનેને મારી નાખ્યા. વળી ભડલેશ્વર કાન્હડદેવ સાળાના નાતાથી તથા તે ગાદીએ બેસાડ્યો હોવાથી એના પૂર્વકાળના ખરાબ પ્રસંગે કહ્યા કરતો. રાજાએ સૂચવ્યું કે “ જાહેરમાં આવું કંઈ ન કહેવું, ખાનગીમાં ગમે તેમ બેલી શકે છે. પણ એ ન ગણકારતાં ભલે પાસે એનાં અંગ ભંગાવીને આંખો કાઢી લઈ ઘેર મેલી દીધે, આથી બધા સામંત ઉપર કુમારપાલની ધાક બેસી ગઈ. કપરા દિવસોમાં મદદ કરનાર ઉદયનના પુત્ર વાગભટદેવને એણે મહામાત્ય બનાવ્યા. આગિનું ચાતુર્ય
એક વખત સભામાં કુમારપાલે વૃદ્ધ પ્રધાન પુરુષ આલિંગને પૂછયું : “હું સિદ્ધરાજથી હલકે છું, એના સમાન છું કે એનાથી ચડિયાત છું!” આલિગે જણાવ્યું “સિદ્ધરાજમાં ૯૮ ગુણ અને બે દેષ હતા, જ્યારે આપનામાં બે ગુણ અને ૯૮ દેષ છે.” પોતે દોષથી ભરેલો છે એ જાણી રાજાએ પોતાની આંખમાં ખોસી દેવા તલવાર ઉગામી ત્યારે આલિગ બોલી ઊઠ્યો : “સિદ્ધરાજના ૯૮ ગુણેને યુદ્ધમાં અસુભટતા તથા સ્ત્રીલંપટતા એ બે દોષોએ ઢાંકી દીધા હતા, જ્યારે કૃપણુતા વગેરે આપના તો સમર–શૂરતા અને પનારી–સહેદરતા એ બે ગુણો વડે ઢંકાઈ જાય છે.” મા સાંભળી રાજા સ્વસ્થ થ.૭૨