________________
૫૮] સોલંકી કાલ
[પરિ કર્મપ્રાધાન્ય
રાત્રે સિદ્ધરાજની ચંપી કરતાં બે સેવક વાર્તાલાપ કરતા હતા. એકે રાજાના ગુણોની પ્રશંસા કરી, તે બીજાએ એના પૂર્વના કર્મનું મહત્વ ગાયું. રાજાએ સાંભળ્યું. સવારે પહેલાને સે અશ્વોને સામત બનાવતે લેખ લઈ મહામાત્ય સાંતૂ પાસે મોકલ્યો. એ દાદર પરથી ગબડી પડતાં એણે લેખ બીજા દ્વારા મોકલી આપે, આથી બીજાને એ પદ મળ્યું. આ જાણ રાજા કર્મનું મહત્ત્વ સમજ્યો. ૧૭ કુમારપાલની રખડપટ્ટી
સિદ્ધરાજને જ્યોતિષીઓએ કહ્યું કે “તમારા પછી કુમારપાલ રાજા થશે.” આથી એની હીનજાતિને અસહિષ્ણુ રાજા એને મારવાની તક શોધવા લાગ્યો. કુમારપાલ તાપસરૂપે નાસી ગયે. વર્ષો સુધી અનેક દેશોમાં ભટકી એ પાછો આવ્યો અને એક મઠમાં રહ્યો. પિતા કર્ણદેવના શ્રાદ્ધ નિમિત્તે રાજાએ સર્વ તપસ્વીઓને ભોજન માટે નિમંત્ર્યા. સર્વના પગ એ જાતે ધોતે હતે. કુમારપાલના પગમાંથી ઊર્ધ્વરેખા જોતાં એ એની સામે તાકી રહ્યો. કુમારપાલ નાઠો. આલિગ કુંભારે નિભાડામાં સંતાડી બચાવ્યું. પછી એક ખેતરમાં કાંટા-ઝાંખરાંના ઢગલામાં સંતાયો. અંદર બેસેલા ભાલાથી પણ એને પત્તો ન પડ્યો. બીજે દિવસે ત્યાંથી બહાર નીકળી એક વૃક્ષ નીચે વિશ્રામ લેતે હતો ત્યારે એક ઉંદરને દરમાંથી રૂપિયા ખેંચી લાવતે જે. એકવીસ સિક્કા એ લાવ્યું અને એમાંથી એક લઈ દરમાં પાછો ગયો. બાકીના વીસ કુમારપાલે લઈ લીધા. સિકકા ન જોતાં ઉંદર મરી ગયા. ત્યાંથી આગળ જતાં કેઈ એક શ્રીમંતની વહુ પિયર જતી હતી તેણે ત્રણ દિવસના ઉપવાસી એને ભ્રાતૃ-વાત્સલ્યથી કપૂરથી સુગંધિત શાલિન્કરમ્બ જમાડ્યો. ૬૮ કુમારપાલને રાજ્યાભિષેક
ભટકતો કુમારપાલ સ્તંભતીર્થમાં આવ્યો. ત્યાં ઉદયને પૂછતાં હેમચંદ્રાચાર્યું કહ્યું : “એ સાર્વભૌમ રાજા થશે.” કુમારપાલે એ વાત માની નહિ. ત્યારે આચાર્યું “સં. ૧૧૯૯ ના કાર્તિક વદ ૨ ને રવિવારે હસ્ત નક્ષત્રમાં જો તમારો પટ્ટાભિષેક ન થાય તો હું જ્યોતિષ જોવાનું છેડી દઈશ” એવું લખાણ કરી એની એક પ્રત ઉદયનમંત્રીને તથા એક કુમારપાલને આપી. ચકિત થયેલા કુમારપાલે “જો આ સાચું પડે તે તમે જ રાજા, હું તમારા ચરણની રેણુ” એવા ઉદ્ગાર કાઢયા, આથી આચાયે જૈન ધર્મના ભક્ત થવાનું વચન લીધું.