________________
[ ૫૭
શિe]
આનુકૃતિક વૃત્તાંત “સિદ્ધહેમશબ્દાનુશાસન અને દ્વયાશ્રય” કાવ્ય
હેમચંદ્રાચાર્યના વિરોધીઓએ સિદ્ધરાજને જણાવ્યું કે “અમારાં શાસ્ત્રના અધ્યયનથી આમની વિદ્વત્તા આટલી ખાલી છે.” રાજાએ પૂછતાં આચાર્ય ‘જેનેંદ્રવ્યાકરણ’નું નામ દીધું. વર્તમાન સમયના વ્યાકરણને ઉલ્લેખ કરવા સૂચવતાં સુરિ કહે : “જે આપ સહાયક થાઓ તે થોડા દિવસમાં જ સર્વાંગસંપૂર્ણ વ્યાકરણ હું રચું.” પછી વિવિધ દેશોમાંથી વ્યાકરણ મંગાવી હેમચંદ્ર સિદ્ધહેમશબ્દાનુશાસન” નામનું સવા લાખ ગ્રંથપ્રમાણ વ્યાકરણ એક વર્ષમાં રચ્યું. રાજાના હાથી પર બેસાડી આ ગ્રંથનું બહુમાન કરી એને રાજમહેલના કેશાગારામાં પધરાવ્યો. રાજાજ્ઞાથી બધે આ જ વ્યાકરણનું અધ્યયન-અધ્યાપન થવા લાગ્યું.
- રાજાના વંશની પ્રશસ્તિ આ ગ્રંથમાં ન હોવાની ફરિયાદથી રાજા ખિજાતાં હેમચંદ્રાચાર્યે બત્રીશ પ્રશસ્તિ શ્લેકમાં સોલંકીવંશને ઈતિહાસ આવરી લઈ આ ગ્રંથના બત્રીશે પાદને અંતે એક એક લેક જોડી દીધો. ખુશ થઈ રાજાએ આ વ્યાકરણ સર્વત્ર ફેલાવ્યું. એ પછી હેમચંદ્ર સિદ્ધરાજના દિગ્વિજયની પ્રશસ્તિ૨૫ “કંથાશ્રયનામને કાવ્ય ગ્રંથ ર.૪
રુદ્રમાળમાં રજભૂતિઓ
સિદ્ધપુરમાં રુદ્રમહાકાલપ્રાસાદ કરાવ્યો ત્યારે એમાં ગોવીસ હસ્તપ્રમાણ પરિપૂર્ણ પ્રાસાદ કરાવી એમાં અશ્વપતિ, ગજપતિ, નરપતિ વગેરે ઉત્તમ રાજાઓની મૂર્તિઓની સમીપ સિદ્ધરાજે પોતાની બે હાથ જોડેલી પ્રતિમા સ્થપાવી ને દેશભંગ થાય તે પણ પ્રાસાદ ન ભાંગવા એમને યાચના કરી.૬૫ વારાહીના બૂચ
એક વખત સિદ્ધરાજે વારાહીના પટેલિયાઓને પિતાની રાજવાહનસેજવાલી થાપણ તરીકે આપી. તેઓએ એના ભાગ જુદા કરી વહેચી લીધા. પાછા ફરતાં છૂટા કરેલા ભાગ પાછા આપતાં તેઓએ સ્પષ્ટીકરણ કર્યું કે કેઈ એક જણ એવડી મોટી વસ્તુ સાચવી શકે એમ ન હોવાથી એમ કરેલું. આથી વિસ્મય અને હાસ્યપૂર્વક સિદ્ધરાજે તેઓને “બૂચ” અર્થાત “બૂચા” એવું બિરુદ આપ્યું. ૬૬