________________
૫૩૪] સોલંકી કેલ
[પરિ. એમ સ્પષ્ટ જણાય છે. નાગ-વિગ્રહમાં વિજય મેળવ્યા પછી, ત્યાંના પ્રજાજનોએ આનંદમહોત્સવ ઊજવ્યા બાદ, કદાચ નગરનું નામ “આનર્તપુરમાંથી “આનંદપુર રાખ્યું હોય એ બનવા જોગ છે.
આ શહેરના “નગર” નામ માટે પણ નાગ-વિગ્રહ મૂળકારણભૂત હતો. એના માટે નાગરખંડમાં જણાવ્યું છે કે, ન+ નજર મંત્રના પ્રભાવથી નાગ નાસી ગયા અને બ્રાહ્મણો ફરીથી એ શહેરમાં નિવાસ કરી આનંદપૂર્વક રહેવા લાગ્યા. આ નગરમંત્રના કારણે એ શહેરનું નામ “ નગર” રાખ્યું."
સ્કંદપુર નામના મુખ્ય કારણ તરીકે નાગરખંડ જણાવે કે સ્કંદ અને તારકાસુરને ભયંકર સંગ્રામ અહીં થયેલે, જેથી આ નગર ઘણું જ ખખડી ગયું હતું, એથી સ્કંદે એનો જીર્ણોદ્ધાર કરી એનું “સ્કંદપુર” નામ રાખ્યું.
નાગરમાંથી બાહ્ય નાગરેને જુદે સંપ્રદાય થયું હતું એમ નાગરખંડ જણાવે છે. પ્રાચીન કાળમાં અને આજે પણ જ્ઞાતિના ગુનેગારને જ્ઞાતિ બહાર મૂકવાની પરંપરા જૂના વખતની છે, તે પ્રમાણે આનંદપુરના નાગરોએ જેને જ્ઞાતિ બહાર મૂક્યા તે “બાહ્ય” (બાયડ) કહેવાયા. એના બે-ત્રણ વૃત્તાંત નાગરખંડમાં સેંધાયા છે : (૧) દેવશર્મા નામના બ્રાહ્મણે માહિષ્મતીના રાજા પાસે શ્રાદ્ધ કરાવી એના પુત્રને પ્રેમભાવથી મુક્ત કર્યો હતો. એણે રાજપ્રતિગ્રહ કર્યો તેથી એ તથા એનાં સંતાનને જ્ઞાતિ બહાર મૂકેલાં, જે બાહ્ય” કહવાયાં (૨) વિદિશામાં મણિભદ્ર નામને એક ધનવાન ક્ષત્રિય રહેતા હતા. એ સવગે વાંકે અને વિરૂપ હતા, જ્યારે એની પત્ની સુંદર હતી. આ મણિભદ્ર દરરોજ એક બ્રાહ્મણને જમાડે. એક વખત આનંદપુરને પુષ્પ નામને બ્રાહ્મણ એને ત્યાં જમવા ગયો. એની સ્ત્રી જ્યારે જ્યારે પીરસવા આવતી ત્યારે ત્યારે એ એના સામું જેતે, આથી મણિભદ્ર પોતાના નોકરો પાસે ખૂબ માર મરાવી એને બહાર કાઢી મૂકો. પછી પુષ્પ મણિભદ્રનું રૂપ લઈ રાજા પાસે પેલા મણિભદ્રને ફાંસીએ ચડાવ્યો ને એની પત્ની સાથે સંસાર ચલાવ્યો. એને પુત્રો પૌત્રો વગેરે થયા. પછી પુષ્પ એને લઈ આનંદપુર ગયો. પુષે પોતાનાં પ્રથમનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરાવવા ત્યાંના બ્રાહ્મણોને કહ્યું, એમાં વિવાદ ચાલ્ય, અને જેણે પ્રાયશ્ચિત્ત કરાવી પુષ્પને શુદ્ધ બનાવ્યો તે ચંડશર્માને જ્ઞાતિ બહાર મૂક્યો. આનંદપુરના બ્રાહ્મણો બાહ્ય બ્રાહ્મણને કનડગત કરતા તેથી પુષ્પ બાહ્ય બ્રાહ્મણને લઈ સરસ્વતીના કિનારા ઉપર નિવાસ કર્યો.૮ આ ઉપરથી બાહ્ય નાગશે. સરસ્વતીના તટ ઉપર રહેતા હતા એમ પુરાણ સૂચવે છે.