________________
શિષ્ટ
આનુણતિક વૃત્તાંત
[૫૫ નાગરખંડમાં કેટલાક રાજાઓનાં નામ મળી આવે છે. એમાં કાંતિપુરીના રૂદ્રસેનનું નામ મોખરે છે.૧૦ આ રાજાની સ્ત્રી પદ્માવતી દશાર્ણના રાજાની પુત્રી હતી. દશાર્ણની મુખ્ય નગરી વિદિશા–કાંતિપુરી નાગ રાજાઓની નગરીઓમાં મુખ્ય ગણાતી, આથી કાંતિપુરીને રુદ્રસેન નાગરાજા હતો એમ સ્પષ્ટ જણાય છે. આ સિવાય વિદિશાને બૃહત્સન,૧૧ માર કે મારને વિધ્વનિ,૨ કાશીને જયસેન,૧૩ અને જયસેન-ઇંદ્રનાં૧૪ નામ નાગરખંડમાંથી મળે છે. આ રાજાઓ કેણ હતા અને ક્યારે થયા એની કઈ હકીક્ત પુરાણકારે જણાવી નથી.
નાગ પ્રજાની એક વસાહત પ્રાચીન ગુર્જરભૂમિમાં (હાલના આબુ પર્વતમાં) હતી. અબુંદ ખંડમાં એક આખ્યાયિકા આ અંગે સંગ્રહાઈ છે.૧૫ આવી જ બીજી આખ્યાયિકા આ ખંડમાં પુરાણકારે નાગહદમાહાત્મ્ય પ્રસંગે રજૂ કરી છે. પહેલાં માતાના શાપથી ભયભીત થયેલા બધા નાગ નાગરાજ શેષ પાસે ગયા અને તેઓએ એમના પિતાની હકીક્ત જણાવી. ત્યારે નાગરાજે કહ્યું કે તમે બધા અબુંદ પર્વતમાં જાઓ, ત્યાં જઈ માતાજીની ઉપાસના કરો. આથી બધા નાગો અબુંદ પર્વતમાં ગયા. માતાજી એમની તપશ્ચર્યાથી પ્રસન્ન થયાં અને એમણે પ્રત્યક્ષ થઈ નાગેને પૂછ્યું કે તમારી શી ઈચ્છા છે. આથી નાગેએ કહ્યું કે પરીક્ષિતને પુત્ર જનમજ્ય સર્પસત્ર કરે છે તેને યજ્ઞાગ્નિ અને બાળી મૂકે છે, માટે એનાથી અમારી રક્ષા કરે. ત્યારે દેવીએ કહ્યું કે તમે બધા મારા આશ્રય પાસે નિવાસ કરે. આથી નાગેલેકે માતાજીના આશ્રયે રહ્યા એ સ્થાન નાગહદ' તરીકે વિખ્યાત બન્યું.૧૬ કુમારિકા-ખંડમાંથી એ ખંડની મર્યાદા ખંભાતથી
આરંભી વડોદરા, અને કારણ-કાયાવરોહણ અર્થાત વડોદરા જિલ્લા સુધીની હેવાનું જાણી શકાય છે. પુરાણકારે ખંભાત આજુબાજુના પ્રદેશને કુમારિકાક્ષેત્ર તરીકે જણાવેલ છે. આ ખંડમાં ચાણક્ય શુકલતીર્થમાં અંતિમ જીવન ગાળ્યાને ઉલ્લેખ છે.૧૭ આવી જ બીજી હકીક્ત સુપ્રસિદ્ધ ભયજ્ઞ માટેની છે. નાગરજ્ઞાતિમાં એ એક પ્રકાંડ પંડિત થઈ ગયા છે, જેમણે નાગરજ્ઞાતિ સંસ્થાને વ્યવસ્થિત કરતાં એના નીતિનિયમ ઘડ્યા હતા. આ ભોંયજ્ઞ યાજ્ઞવક્યના પુનરવતાર તરીકે ગણાતા હોવાનું પુરાણકારે જણાવ્યું છે. તેઓ પ્રાચીન આનંદપુર(વડનગર)માં થયા હોવાનું નાગરખંડમાં નોંધ્યું છે.૧૮ પુરાણકારે એમને પાશુપત સંપ્રદાયના મુખ્ય પ્રચારક તરીકે જણાવ્યા છે.૧૮ આ ઉપરાંત પાશુપત યોગીઓના ત્રીસ આચાર્યોની નોંધ પણ આ પુરાણમાંથી મળે છે. ૨૦ પુરાણમાં ગુજરાતની અંદર સિત્તેર હજાર ગામડાં હોવાનું સૂચવ્યું છે. ૨૧ ગુજરાતમાં