________________
પરિશિષ્ટ
આનુશ્રુતિક વૃત્તાંત
(૧) પુરાણામાંથી
ગુજરાતના ઇતિહાસ માટે કેટલાંક પુરાણો, જ્ઞાતિપુરાણા અને તી - માહાત્મ્યા કેટલીક અવનવી હકીકતા રજૂ કરે છે. આવાં પુરાણેામાં સ્કંદપુરાણુ મેાખરે છે. સ્કંદના છઠ્ઠો નાગરખંડ, સાતમા પ્રભાસખંડ અને એના ખીજા અવાંતર ખંડો, ત્રીજા બ્રહ્મખંડમાંને ધર્મારણ્ય ખંડ, પહેલા માહેશ્વરખડતા બીજો કુમારિકા ખંડ, શ્રીમાલપુરાણ, માઢ લોકેાનું જ્ઞાતિપુરાણુ ‘ ધર્મારણ્ય' અને સરવતીપુરાણુ ગુજરાતના તિહાસની કેટલીક વિગતો રજૂ કરે છે.
જ
આનર્તના પ્રજાજને અને નાગલેાકાને વાર ંવાર ધણુ થયેલાં. ‘આનદપુર’ અને ‘નગર’નામ એવા વિગ્રહેાના આધારે જ પડયાં હોવાનું નાગરખંડ પૌરાણિક રીતરસમ પ્રમાણે જણાવે છે.૧ આવા એક વિગ્રહમાં અહિચ્છત્રથી આવેલા માંકણ નામના વીર પુરુષે સરદારી લઈ નાગાને હાંકી કાઢવા હતા એવું આ ગ્રંથના ૪૦ મા અધ્યાયની હકીકત ઉપરથી સમજાય છે.૨ મોંકણ નામના એક વીર પુરુષ ઈ.સ. ના ચોથા સૈકામાં થઈ ગયા છે, જેણે દક્ષિણ ભારતમાં જઈ કદંબ વંશનું રાજ્ય સ્થાપ્યું હતું. આનંદપુરને માંકણુ અને કબવંશ-સ્થાપક માંકણ એક જ હતા કે કેમ, એ ચેાક્કસપણે કહેવા માટે વધુ પ્રમાણેાની અપેક્ષા રહે છે, પરંતુ આનંદપુરમાં આવેલ મંકણ અહિચ્છત્રથી આવ્યા હતા. એવી રીતે કદ ખવશ સ્થાપક મ’કણે અહિચ્છત્રથી સેંકડો બ્રાહ્મણાને લાવી દક્ષિણ ભારતમાં પોતાના રાજ્યની અંદર વસાવેલા, એટલું જ નહિ, પણ એ બધાને ગામ, ઘર, ખેતરા અને બીજા દાન આપ્યાં હોવાનુ શિલાલેખા કહે છે.૪ આથી આ બંને મકા એક જ હશે, જેનુ આદિ વતન અહિચ્છત્ર હતું અને એ જ કારણે એણે રાજ્યારૂઢ થતાં પોતાનાં સ્નેહી, સગાં, અને જ્ઞાતિબ ંધુઓને કદબ રાજ્યમાં ખેલાવી ગામા, ખેતરા વ. નાં દાન આપી, ત્યાં વસાવ્યાં અને સુખી કર્યાં....
વડનગરનાં અનેક નામ ગણાવવામાં આવે છે, તેમાંથી આનંદપુર, નગર અને સ્કંદપુર માટે નાગરખંડમાંથી જે કથા મળે છે તે એક પૌરાણિક રૂપક છે. એમાંથી ફક્ત માંકણુની હકીકત જ ઇતિહાસાપયેગી લાગે છે. ખીજું, આ રૂપક દ્વારા આનત પ્રદેશના હાટકેશ્વર ક્ષેત્રમાં પ્રાચીન યુગથી નાગ–વસાહત હતી