________________
પર૪]
સેલંકી કાલ
ભાગળ તરફના દરવાજામાં અંદરની બેઉ બાજુની દીવાલ પર હિંદુ દેવ દેવીઓનાં શિલ્પો ઉપરાંત નાથસિદ્ધોનાં શિલ્પ છે.૩૦
નાથસિદ્ધોનાં આ શિલ્પમાં આદિનાથ, મત્સ્યદ્ર, ગેરક્ષનાથ, જાલંધરનાથ વગેરે મોટા ભાગના નાથસિદ્ધની ભવ્ય આકૃતિઓ વસ્તુપાલના સમયથી પહેલાંની હોવા સંભવ છે. ઉમાકાંત શાહે બતાવ્યું છે તેમ એ શિલ્પોમાં ક્રમે છેલ્લા નાથસિદ્ધ જ્ઞાનેશ્વર હોવાનો સંભવ ઓછો છે અને એથી પણ આ રિસ વસ્તુપાલ-પૂર્વકાલીન હોઈ શકે. અહીં એ નોંધવું જરૂરી છે કે ભારતભરમાં અન્ય કોઈ પણ સ્થળેથી નાથસિદ્ધોની આનાથી પ્રાચીન પ્રતિમાઓ મળી જણાતી નથી. આ શિલ્પોની ઉપલબ્ધિથી શિવ સંપ્રદાયના ૧ અને ભારતભરના તેમજ ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસની દૃષ્ટિએ ડભોઈના કિલ્લાનું મહત્ત્વ ઘણું વધી જાય છે તેમજ નાથસિદ્ધો, ખાસ કરીને મત્સ્યદ્રનાથ, ગોરક્ષનાથ, જાલંધરનાથ જેવા આદિસિદ્ધોના સમયની ઉત્તર મર્યાદા આંકવા માટે આનાથી પુરાવસ્તુનું સબળ પ્રમાણ સાંપડે છે. ૨
વાગભટના મિત્ર વૈરસિંહે ખંભાતમાં કુમારપાલના સમયમાં બંધાવેલા પાર્શ્વનાથ ચૈત્યમાંથી કે ખંભાતમાં બનેલા કુમારવિહારમાંથી આવ્યો હોય તે આરસને એક સુંદર શિલ્પખંડ હાલ ખંભાતના એક નાને જેન મંદિરના ગર્ભગૃહમાં તીર્થકરની પીઠમાં જડી દીધેલ છે. આ ખંડમાં અશ્વાવબોધતીર્થ અને શકુનિકાવિહારની કથા આલેખેલી છે. એને તેરમા સૈકાના અંત ભાગમાં બનેલા આ કથાના બે શિલ્પખંડ (એક લૂણવસહીમાં છે; બીજે કુંભારિયાના એક જૈન મંદિરમાં છે) સાથે સરખાવવામાં આવ્યો છે.૩૩ સંભવ છે કે આમ્રભટે ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીનું શકુનિકા-વિહાર ચૈત્ય ઈ. સ. ૧૧૬૬ માં બંધાવ્યા પછી આ તકતી ખંભાતમાં બની હૈય. આબુ અને કુંભારિયાના આવા બેઉ પટ કરતાં જુદી અને વધુ સુંદર રીતે કથાનું આલેખન કરતો ખંભાતને આ શિ૯૫ખંડ બારમા સૈકામાં બનેલું હોઈ શકે.
મહીકાંઠે આવેલા કુમારપાલના સમયના ગળતેશ્વરના શિવાલયની શિલ્પપ્રચુર બાહ્ય દીવાલ પરનાં શિલ્પ ગુજરાતની તત્કાલીન શિલ્પકલાને અનુસરે છે.૩૪
ઈ.સ. ૧૨૮ માં પરમાર ધારાવર્ષના ભાઈ પ્રલાદને પ્રલાદનપુર (હાલનું પાલણપુર) વસાવી એમાં પલ્લવીય પાર્શ્વનાથનું ચંત્ય કરાવ્યું. હાલના પાલણપુરમાં એક જૈન મંદિરમાં ભેંયતળિયે દાખલ થતાં ડાબા હાથે એક રાજવીની વિશાળકાય