________________
૧૭ મું] શિલ્પકૃતિઓ
[પર૩ સમયનું મૂળ શિરેહી કે શિરેહી પાસેથી આવેલું ધાતુનું લગભગ ત્રણ ફૂટ ઊંચુ સમવસરણ સુરતના જૈન મંદિરમાં છે.
મઠ કસનગઢના ખંડેધરીને મંદિરના ગોખમાં ચામુંડા, મહિષમર્દિની વગેરેનાં શિલ્પ નોંધપાત્ર છે. લગભગ આ જ સમયના કનડાના માતાના મંદિરમાં ચામુંડા લમી આદિની પ્રતિમાઓ, દ્વારશાખાના રૂપસ્તંભનાં શિ, રંગમંડપની છત વગેરેનું કેતરકામ નેંધપાત્ર છે, પણ સ્તંભે વગેરે પરની કતરણી એકંદરે ઊતરતી કક્ષાની છે.
કુ ભારિયાના કુંભેશ્વરના મંદિર પરનાં દેવાંગનાઓનાં શિલ્પ ખાસ નેધપાત્ર છે. તારંગાના અજિતનાથના ભવ્ય મંદિરની શિલ્પપ્રચુર જંઘા પર પણ આ લક્ષણ તરી આવે છે.૨૬ કુમારપાલ-કાલીન શિના અભ્યાસ માટે તારંગાનું આ મંદિર તથા જાલેરગઢ પર કુમારવિહાર અનેક રીતે ઉપયોગી છે.
કુમારપાલના અમલની શરૂઆતમાં સં. ૧૨૨-૧૨૦૬ (ઈ.સ. ૧૧૪૫૧૧૪૯) આસપાસ બનેલાં આ શો સાથે એ જ મંદિરની ભમતીની એક છતમાં ઈ.સ. ૧૧૮૯ આસપાસ બનેલી ચાર વિદ્યાદેવીઓ ૨ ૭ સરખાવીએ તે શિપમાં જડ તત્ત્વ કેવું ધીરે ધીરે વધતું જાય છે એ સમજાશે. આ શિલ્પ સાથે ઝીંઝુવાડામાંથી મળેલી મોટા કદની ભવ્ય દેખાતી, રાજકોટ મ્યુઝિયમમાં સુરક્ષિત, સંભવતઃ સિદ્ધરાજકાલીન, દેવીઓનાં શિ૫(પક ૩૪, આ. ૮૦) સરખાવીએ ૨૮ એટલે આ વસ્તુ વધુ સ્પષ્ટ થશે. ઝીંઝુવાડાનાં આ શિલ્પ ડી પ્રાદેશિક વિશિષ્ટતા ધરાવે છે એ યાદ રાખવું ઘટે.
ડભોઈમાંથી વડોદરા મ્યુઝિયમમાં ઘણાં વર્ષો ઉપર આવેલી અને હાલ નેશનલ મ્યુઝિયમ, ન્યૂ દિલ્હીમાં સુરક્ષિત, નૃત્ય કરતી અનેકભુજ દેવીની પ્રતિમા ગુજરાતનાં સોલંકીકાલીન શિને આકર્ષક તેમજ લાક્ષણિક નમૂને છે (પ ૩૭, આ. ૭૯). આ પ્રતિમાની કમરની નીચેને પગને આખો ભાગ શરીરના ઉપરના અર્ધા ભાગ જેટલે મજબૂત, દઢ અને ભરાવદાર નથી લાગતું છતાં અંગભંગી, મુખભાવ વગેરેની રચના ઊંચા પ્રકારની છે અણિયાળું નાક વગેરે સોલંકીકાલીન ચિત્રોની લગભગ બધી જ લાક્ષણિકતાઓ આ શિ૯૫ પ્રકટ કરે છે અને તારંગાનાં કુમાર પાલિકાલીન શિલ્પો (૫ટ્ટ ર૭, આ. ૬૪) સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે એટલે આ શિલ્પને વસ્તુપાલ-તેજપાલના સમયનું ગણવા કરતાં કુમારપાલના સમયનું ગણવું ઠીક રહેશે. ડભેઈન કિલ્લાના મહુડી