________________
પરર)
સેલંકી કાલ
Tઝ,
અગિયારમા સૈકાનાં શિલ્પ જેઓને સમય જાણીતું છે, તેમની ઓળખ આપ્યા પછી દસમા સૈકાનાં શિલ્પોની ચર્ચા કરી છે તેને લાભ એ છે કે જેમને સમય નિશ્ચિત છે તેવાં શિલ્પો અને તેઓની શૈલીની મદદથી જેના સમય માટે કેઈ લેખ આદિને આધાર ન હોય તેવાં શિલ્પોને અન્ય શિલ્પ તથા શૈલી સાથેને પૂર્વાપર સંબંધ શોધી કાઢવો સહેલે પડે છે.
ખેડબ્રહ્માનું પંખનાથનું શિવાલય ૨૪ અને દેવીનું જીર્ણ મંદિર અગિયારમા સૈકાનાં છે. પંખનાથના શિવાલયની દીવાલ પરના ગોખમાંની નટેશ શિવની સુંદર મૂતિ (પટ્ટ. ૩૪, આ. ૮૧) ગુજરાતની નટેશ શિવમૂર્તિઓમાં એક બેંધપાત્ર સુંદર મૂર્તિ છે. એની સાથે સોમનાથની પ્રભાસ પાટણના મ્યુઝિયમમાંની શિવમતિઓ (પટ્ટ ૩૨, આ. ૭૬; પટ ૩૪, આ. ૮૧) સરખાવવી જરૂરી છે. એમાં શિવનું શરીર વધુ પડતું તંગ અને છાતીના ભાગનો વળાંક તેમજ નૃત્ય કરતા શિવનું પાર્ષદર્શન એ એની વિશિષ્ટતા છે. અણિયાળું નાક, તીક્ષણ વળાંક અને ખૂણા પાડતી રેખાઓ સૂચવતી અંગભંગી વગેરે પશ્ચિમ ભારતીય અને ગુજરાતી ચિત્રકલાની વિશિષ્ટતાઓ અહીં શિલ્પમાં પણ નજરે પડે છે. શિવની બાજુમાં એ જ ફલક પર કતરેલી ગણપતિની મૂર્તિ પણ સેંધપાત્ર છે. પ્રભાસ પાટણના મ્યુઝિયમમાં સંઘરેલી શિવની બીજી કૃતિઓમાંની અષ્ટભુજ શિવની મુતિ સંભવતઃ સોમનાથના જ મંદિરની, પણ બારમા સૈકાની લાગે છે.
કર્ણદેવકાલીન ઉદયમતિની વાવના શિલ્પને નમૂને (પક. ૧૨, આ. ૩૭) અહીં રજૂ કર્યો છે.
સિદ્ધરાજના અમલનું જૂનું મંદિર વાલમનું શ્રીકૃષ્ણ મંદિર છે.૨૫ આ મંદિરની વેદિકા પરનાં અને મંડોવરનાં શિલ્પ ખાસ બેંધપાત્ર અને સુંદર છે. દિફપલે, નૃસિહ, લક્ષ્મીનારાયણ, વરાહ વગેરેની મૂતિઓ, મિથુન, સુરસુંદરી,
વ્યાલ ઈત્યાદિનાં શિલ્પોથી ખચિત આ મંદિર સિદ્ધરાજના આદિ કાલની શિલ્પશેલી સમજવા માટે ઉપયોગી છે.
સિદ્ધરાજના સમયનાં ઘણાં શિલ્પ તત્કાલીન અને મંદિરની દીવાલે અને સ્તંભ પર મળે છે. ઉદયમતિની વાત કરતાં વધારે સારાં અને અલંકારપ્રચુર શિલ્પ સિદ્ધરાજના સમયની ગુજરાતની વધતી જતી સાંસ્કારિક અને આર્થિક પ્રગતિનાં સૂચક છે. કુંભારિયાના તત્કાલીન જૈન મંદિરમાં તીર્થકરના પૂર્વભવ, પંચકલ્યાણક વગેરે દર્શાવતી છતનાં શિલ્પ પણ આકર્ષક છે. સિદ્ધરાજના