________________
૧૭ મું] ,
શિલ્પકૃતિઓ
[૫૨૫
મૂર્તિ છે જેના પર લેખ નથી) તે સંભવ છે કે આ પ્રફ્લાદનની હાય. આ મૂતિ એના પહેરવેશ વગેરેમાં અચલગઢની ત્રણ પાડાને વધતા ધારાવર્ષની મૂર્તિની યાદ આપે તેવી શૈલીની છે. એ જ મંદિરમાં ઉપરના મજલે આરસની એક જૈન મુતિ છે, જે આ સમયની જ લાગે છે.
આ સમયનાં શિલ્પ– ખાસ કરીને મંદિરની દીવાલો પરનાં શિલ્પ–એકંદરે સારી સુઘડ રીતે ઘડાયેલાં અને આકર્ષક છે. ઈ. સ. ૧૨૦૪ માં મિયાણીમાં બંધાયેલા નીલકંઠ મહાદેવના મંદિરની લકુલીશ પ્રતિમા અને મિયાણી પાસેના ટેકરી પરના હર્ષદમાતાના સમકાલીન મંદિરની દીવાલ પરનાં શિલ્પ આકર્ષક અને નેંધપાત્ર છે.
તેજપાલે આબુની લૂણવસહીમાં નેમિનાથ ચિત્યની હસ્તીશાળામાં પિતાના કુટુંબીઓ અને ગુરુજનેની પ્રતિમાઓ મુકાવી છે; આ પ્રતિમાઓને Portraitsulptures ગણવી જોઈએ. લૂણવસતીની ભમતીની એક છતમાંની અંબિકાની મૂર્તિમાં વેગવાન સિંહની આકૃતિ તથા વૃક્ષની લાક્ષણિક રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. બીજી એક છતમાં ગીતવાદન-નૃત્યમાં પ્રવૃત્ત અંગનાઓનાં સુંદર આલેખન છે. વસ્તુપાલ-તેજપાલે બંધાવેલાં ચૌમાં સુંદર કતરણીવાળી છતા, સર્પાકાર તેરણા વગેરેની કતરણ આકર્ષક નવીન ભાત પાડે છે.
સોલંકીકાલના શિલ્પ–સ્થાપત્યની અસર ગુજરાતભરમાં દીર્ઘકાલ સુધી રહી.
પાદટીપે
૧. વી. છે. વાવાળ, વા* પ્રાદેવ” “મગ્ર ઘા ઉદ્દેશ” ૨૬-૨-૧૧૭૨ 2. J. M. Nanavati and M. A. Dhaky, The Ceilings of the Temples
of Gujarat,' Figs. 1-95 3. U. P. Shah, 'Iconography of Jain Goddess Ambica', Journal
of the University of Bombay, Sept. 1940, p. 156, Fig. 14. સાંભળ્યું
છે કે આ પ્રતિમા હવે ત્યાં નથી. ૪. વિમલવસહી અંગે કેટલીક વિશિષ્ટ ચર્ચા તથા તેનાં પ્રાચીન શિલ્પોના પરિચય માટે
જુઓ, મધુસૂદન ઢાંકી, વિમલવસહીની કેટલીક સમસ્યાઓ', “સ્વાધ્યાય.” પુ. ૯, પૃ. ૩૪૯–૩૬૨ તથા ચિત્ર -૧૨. આમાં ચિત્ર ૧માંની વિમલકાલીન જિનભૂતિ તથા ચિત્ર ૧૨માંનાં હસ્તિશાલા તથા પૂર્વ દ્વારનું તોરણ પણ વિમલકાલીન છે. વિમલવસહીની નવચોકીમાં ૧૧મી સદીના ત્રીજા ચરણમાં ચાહિલ્સે બનાવરાવેલું પદ્મનાભ જાતિનું વિતાન (ચિત્ર ૪ તથા ૫) ખાસ નોંધપાત્ર છે.