________________
૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૭. ભાગની મસ્જિદે પણ આ શૈલી કે ઘાટની હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. એ પણ બનવાજોગ છે કે આ મસ્જિદો કરતાં બીજી મસ્જિદોમાં શિલ્પકામ વધુ હોઈ દેખાવમાં આનાથી વધુ આકર્ષક હોય, પણ જૂનાગઢની એક વિદ્યમાન નાની મરિજદ સાદી એક કક્ષની અને કોઈ પણ જાતની પ્રવેશચોકી વગરની છે એ ધ્યાનમાં રાખવું ઘટે. ૩૯ ફૂટ લંબાઈની આ મસ્જિદ માઈગઢેચીના સ્થાન પાસે આવેલી છે અને એના પરના શિલાલેખ પ્રમાણે એ ઈ. સ. ૧૨૮૬-૮૭ માં બંધાઈ હતી. એની પણ છત સપાટ છે અને પૂર્વમાં દીવાલ નથી, પણ આગળથી એ લગભગ ખુલ્લી છે, એટલે કે દીવાલની જગ્યાએ ત્રણ મોટાં પ્રવેશદ્વાર છે. સ્થાપત્ય કે કલાકૌશલની દષ્ટિએ આ ઇમારતમાં કાંઈ વિશેષતા નથી, પણ ૧૩ મી સદીના ઉત્તરાર્ધની એકમાત્ર વિદ્યમાન ઈમારન તરીકે એનું મહત્ત્વ ઓછું ન ગણાય. | ગુજરાતના મસ્જિદ-સ્થાપત્યમાં મિનારાનું મહત્વ અજાણ્યું નથી કહેવાય છે કે અમદાવાદની સહતનતકાલીન બધી મસ્જિદોને મિનારા હતા. આ મિનારાપરંપરા ઈસ્લામી સ્થાપત્યમાં હિંદુસ્તાનમાં બીજા પ્રાંતોના મુકાબલે ગુજરાતમાં સર્વપ્રથમ મળે છે, એટલું જ નહિ, પણ એ ઓછામાં ઓછું ૧૧ મી સદીથી ચાલ્યું આવે છે એ અફીના ઉપર નોંધેલા કથન પરથી સહેજે પ્રતીત થાય છે. હિંદુસ્તાનના ઈસ્લામી સ્થાપત્યના ઈતિહાસમાં આ વસ્તુ ઘણી સૂચક ગણાય,
આ મરિજદનું નિર્માણ બાંધણીની દષ્ટિએ ભાળી રચનાના સિદ્ધાંતો મુજબ થયું છે, જે સ્વાભાવિક છે. ખુદ દિલ્હીમાં જયાં ખરી ઇસ્લામ સ્થાપત્યશૈલીનાં પગરણ મંડાયાં ત્યાં પણ મહેરાબી રચના ૧૩ મી સદીના ઉત્તરાર્ધ સુધી, પ્રચલિત થઈ ન હતી. એ ઈસ્લામી સ્થાપત્યનું મુખ્ય અંગ રહી છે.
મકબરા-સ્થાપત્યમાં પણ આ જ પ્રમાણે ભાળી રચનાવાળા હિંદુ સ્થાપત્યનું અનુકરણ થયું છે. ભદ્રેશ્વરનો ઉપર જણાવેલા રોજો પણ આ શૈલીને છે. પ્રચલિત સ્થાપત્યશૈલીમાં પારંગત એવા શિલ્પીઓ, સલાટે, અને કારીગરે સ્થાનિક હેઈ, તેમજ બાંધકામ બધું પથ્થરનું હોઈ એમને ઈસલામી ઇમારતોમાં પણ પરંપરાગત રીત બદલવાનું કોઈ પ્રયોજન ન હોય એ સમજી શકાય એમ છે. ચારે તરફ ચાર ચાર કે પાંચ પાંચ એમ કુલ બાર કે સોળ થાંભલા ગોઠવી પાસેના બંને તરફના અંદરના થાંભલાઓ પર ત્રાંસી પથ્થરની છાટો અંદર બનાવેલા અષ્ટકોણ ઉપર સુંદર રીતે ગોઠવી એની ઉપર, ગુજરાતના મનહર લાક્ષણિક અર્ધગોળાકાર ગુંબજ અને એના ઉપર ૧૩ ભારે કળશવાળા હિંદુ, ગુંબજ કરી મકબરાના મકાનની ગરજ સારી.