________________
સેલંકી કાલ
[ .
રહ્યો છે તે પરથી એ ગુજરાતની એ સમયે પ્રચલિત સ્થાપત્યશૈલીના સિદ્ધાંતિ અનુસાર બંધાઈ હોય એમ લાગે છે, કારણ કે એમાં ગુજરાતનાં મંદિરની જેમ પથ્થરનાં મોટાં ચોસલાં વપરાય છે. વળી એ જ પ્રમાણે હિંદુસ્થાપત્યવાળી ઈમારતની જેમ આ મસ્જિદના થાંભલા પણ નીચે ચરસ, વચમાં અષ્ટકોણ અને ઉપર ગોળ છે, અને તેઓના ઉપર શિરાવટી, અને એ ઉપર ૯ ફૂટ લાંબા એવા મોટા પથ્થરના પાટ મૂકવામાં આવ્યા છે. મસ્જિદનું તલદર્શન ઉપર દર્શાવેલા કારણસર બહુ સ્પષ્ટ નથી. એને મુખ્ય કક્ષ થાંભલાઓની ચાર હારનો બનેલું હોય એમ લાગે છે. આ કક્ષની મહેરાબવાળી પશ્ચિમ દીવાલ ઊભી છે, જેના આગળની થાંભલાઓની હાર પણ મોજુદ છે, પણ બાકીની બે હાર પડી ગઈ છે. આ કક્ષની આગળ પણ અમુક થાંભલાઓના અવશેષ પડયા છે, જે પરથી ત્યાં પ્રવેશચોકીનું દ્વાર હોય એમ લાગે છે.
ભદ્રેશ્વરની બીજી મસ્જિદ ઉપર્યુક્ત મજિદથી ઉત્તર-પૂર્વ અને પાર લાલશાહબાઝની દરગાહની દક્ષિણ-પશ્ચિમ દિશામાં આવેલી છે. એમાં અત્યારે તો ઉત્તર દીવાલમાં આવેલા બારણમાંથી દાખલ થવાય છે, પણ મૂળ પ્રવેશ પૂર્વ તરફ આવેલા આઠ થાંભલાવાળી પ્રવેશચકી દ્વારા પહેલા કક્ષમાં ચતે. આ કક્ષની પશ્ચિમ દીવાલમાં કઈ પણ જાતના કોતરકામ કે એવા બીજા અલંકાર વગરનો સાદો અર્ધગોળાકાર મહેરાબ છે, જેની બંને બાજુએ અંદર મસ્જિદના મુખ્ય કક્ષમાં પ્રવેશ આપતાં બે સાદાં પણ સુંદર કમાનદાર બારણાં છે. ઉત્તર અને દક્ષિણની દીવાલેમાં બે-બે બારણાં છે. આમ આ મસ્જિદનું અને સોળ ખંભાવાળી મસ્જિદનું તલમાન મળતું છે. એના બાંધકામમાં પણ સોળખી મસ્જિદની જેમ પથ્થરનાં મોટાં ચોસલાં વપરાય છે તેમજ પથ્થરથી છવાયેલા ધાબાની સપાટ છત છે. આ મસ્જિદની ઈમારતના પાટમાં ઉપર હિંદુ જન મંદિરમાં જોવામાં આવે છે તેવા ફૂલબુટ્ટા અને વેલ તથા નીચે મુનુષ્ય–આકૃતિઓની જગ્યાએ મોટાં ફૂલ કંડારવામાં આવ્યાં છે,૩૧૨ એ સિવાય માજિદમાં બીજા કોઈ અલંકારો કે કોઈ જાતનું બીજુ કતરકામ જોવામાં આવતું નથી, છતાં ૧૨ મી સદી કે એની આસપાસની એક વિદ્યમાન મજિદ તરીકે આ મસ્જિદનું પુરાતત્ત્વની - દષ્ટિએ ઘણું મહત્વ છે.
ટૂંકમાં, આ બંને નમૂનાઓ પરથી મસ્જિદોનું તલમાન સાધારણ રીતે આમ ધારી શકાયઃ એક આગલે અને એક પાછલે નમાજને મુખ્ય કક્ષ એમ -બે કોનું મકાન, જેના આગલા એટલે કે પૂર્વ ભાગમાં પ્રવેશચોકી રાખવામાં આવતી. દષ્ટાંતના અભાવે આ સમયની ગુજરાતની કે ગુજરાતના જુદા જુદા