________________
સેલંકી કાલ
[પ્ર. આ મંડપવાળી ઇમારતે આ પ્રમાણે ચાર દીવાલવાળા ચેરસ મકાનની હેય કે દીવાલ વગર ખુલ્લી હોય. મકબરાની આ રચના મોટે ભાગે ગુજરાતના ઇસ્લામી સ્થાપત્યમાં પણ શરૂઆતથી લઈ સલતનતના અંત સુધી ચાલુ રહી હતી. ફિર માત્ર અલંકારોની ઓછીવત્તી વિપુલતાન હતો.
જે સમયના સ્થાપત્યની અહીં ચર્ચા કરી છે તેના મકબરા-સ્થાપત્યને એકમાત્ર નમૂને ઉપર કહ્યા મુજબ ઉપલબ્ધ છે. ભદ્રેશ્વરમાં પીર લાલશાહબાઝને મકઅરે ત્યાં આવેલી મસ્જિદની જેમ ગુજરાતના મકબરા-સ્થાપત્યને પહેલે નમૂનો છે. નીચી દીવાલના પ્રાંગણમાં એ આવેલું છે. આ મકબરે ભાળી રચનાના સિદ્ધાંત પર બંધાયો છે. મકાન ચેરસ છે, જેની અંદર ચારે તરફથી દીવાલોમાં ચાર ખૂણે ચાર અને દરેક દીવાલમાં બે બે એમ કુલ બાર થાંભલા ચણી લીધેલા છે અને પાસે પાસે આવેલી દીવાલેના અંદરના થાંભલાઓ પર પથ્થરની ત્રાંસી પીઢ મૂકી, બનાવેલા અષ્ટકોણના ખૂણાઓ પર ફરી ત્રાંસી નાની પીઠે મૂકી સોળ ખૂણુવાળી બનાવી, એના ખૂણાઓ પર ફરી એ જ રીતે નાની પીઢે મૂકી, બત્રીસ ખૂણાવાળી બનાવી તેના ઉપર સુડોળ મનહર અર્ધ ગોળાકાર ગુંબજ મૂકે છે. આ ગુંબજ અંદરથી ગોળ છે, પણ બહારથી એ સમયનાં હિંદુ મંદિરોની જેમ ઊંધા પગથીદાર શંકુ આકારને છે. કબર-કક્ષની પૂર્વમાં પરસાળ જેવો કક્ષ છે, જેની સપાટ છત ૯-૩” ફૂટના પથ્થરનાં ચેસલાંની બનેલી છે. આ ચેસલાં કમળના ફૂલની કતરણથી અલંકૃત છે. દીવાલના ઉપરના કપિશીર્ષ–ભાગમાં પથ્થરની સીધી હાર પર ફૂલપત્તી અને વેલ કોતરેલી છે. મકબરાની પશ્ચિમ સિવાયની બીજી ત્રણે બાજુઓમાં વેલની કોતરણીવાળાં એકઠાં છે, જેની ઉપર ભારે પથ્થરના કોતર કામથી અલંકૃત છજું આવેલું છે અને પરસાળની બંને બાજુએ પણ એ જ
આકાર અને ભાતનું એક એક બારણું છે. અંદર પશ્ચિમ બાજુએ બારણાની જિગ્યાએ મસ્જિદમાં હોય તેવો મહેરાબ છે, જે અર્ધગોળાકાર અને સાદ એટલે કે કોઈ પણ જાતના અલંકાર વગરનો છે. થાંભલા ભાત તેમજ આકારમાં ઉપર વર્ણવેલી મસ્જિદના થાંભલાઓ જેવા હિંદુ સ્થાપત્યના થાંભલાઓ જેવા છે, પણ સહેજ ઘેરાવદાર. ટૂંકમાં, આ મકબરો પણ આમ સ્થાપત્ય કે કલાકૌશલની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ નમૂનો ન હોય, પણ ગુજરાત તો શું, પણ પૂરા ભારત-પાકિસ્તાન-બાંગલા દેશના ઉપખંડમાં એ એકમાત્ર પ્રમાણિત વિદ્યમાન નમૂનો હેઈ પુરાતત્તવની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વને લેખી શકાય.
ઉપરના સંક્ષિપ્ત વર્ણન પરથી એમ કહી શકાય કે ગુજરાતમાં ઈ. સ. ૧૩૦૪ સુધીમાં બંધાયેલી ઈસ્લામી ઇમારતમાં લાક્ષણિક ઇસ્લામી સ્થાપત્યના