________________
૧૪ મું] . સ્થાપત્યકીય સ્મારક
[૪૮૯ રમારોના અનેક અવશેષ હાલ મેજૂદ રહેલા છે તે પરથી ત્યારે અહીં પશ્ચિમ ભારતની એક સુવિકસિત સ્થાપત્યશૈલી દષ્ટિગોચર થાય છે.
| (ઈ) ઈસ્લામી સ્મારક ઈ. સ. ૧૨૯૯–૧૩૦૪ માં ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થપાઈ તે પહેલાં પણ સૈકાઓથી ગુજરાતમાં, ખાસ કરીને સાગરતટે ભદ્રેશ્વર, પ્રભાસ, માંગરોળ, ખંભાત, રાંદેર વગેરે સ્થળોએ તેમજ પાટણ, જનાગઢ, અસાવલ (જૂનું અમદાવાદ) ઇત્યાદિ બીજાં મહત્વનાં સ્થળોએ સારી એવી મુસ્લિમ વસાહત હતી.
મસદી, અબૂ ઈહાક, ઈસ્તી, બુઝુર્ગ બિન શહરિયાર, યાકૂત ઈત્યાદિ વિખ્યાત અરબ પ્રવાસીઓ તથા ભૂગોળશાસ્ત્રીઓનાં વર્ણન મુજબ આ સમય દરમ્યાન ગુજરાતનાં આ સ્થળેએ વિધર્મી એવા મુસ્લિમોની સારી એવી વસ્તી હતી, એટલું જ નહિ, પણ તેઓ ત્યાં વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને વિદેશ સાથે ધંધે ધરાવતા વેપારીઓ તેમજ નાવિકે કે નૌકામાલિકે તરીકે ગુજરાતના હિંદુ રાજવીઓ તથા પ્રજાની સહિષ્ણુતા ન્યાયદષ્ટિ તેમજ આદરસત્કાર માણી શાંતિથી જીવન ગુજારી રહ્યા હતા.
ગુજરાતની આ મુસ્લિમ વસાહતમાં એમની ધાર્મિક તેમજ લૌકિક ઈમારિતે – મસ્જિદો, મકબરા, રહેણાકો કે એવાં બીજાં મકાન અસ્તિત્વમાં આવ્યાં હતાં. અરબ લેખકે પૈકી અત્ બિલાઝુરી (૯ મી સદી) “કુતુહુલ બુલદાન'માં નેધે છે કે હાલમ બિન અમરૂએ દક્ષિણ ગુજરાતના ગધાર બંદર પર દરિયાઈ હુમલે કરી (લગભગ ઈસ. ૭૬૦). મૂતિઓનો નાશ કરી ત્યાં મસ્જિદ બનાવી હતી. ૨૯૯ મસઉદી જેવાઓએ તો ગુજરાતની મુલાકાત પણ લીધી હતી. એમણે દસમી સદીમાં ખંભાત વગેરે સ્થળોએ મસ્જિદો અને જમામજિદ બંધાઈ હોવાનું નોંધ્યું છે, જ્યારે અગિયારમી સદીમાં કર્ણાવતી તેમજ સંભવતઃ ભરૂચમાં મસ્જિદે અસ્તિત્વમાં હતી એવું પરોક્ષ રીતે શિલાલેખોથી જાણવા મળે છે.૩૦૦ ચૌલુક્યનરેશ સિદ્ધરાજ જયસિંહના સમયની તથા એ પહેલાંની અગિયારમી સદીની ખંભાતની મસ્જિદ તથા મિનારાને સવિસ્તર ઉલ્લેખ તેરમી સદીના બીજા-ત્રીજા દસકામાં ખંભાતમાં છેડે સમય રહેલા વિખ્યાત લેખક મુહમ્મદ અલ્ફીએ પોતાના પુસ્તકમાં કર્યો છે. આ મજિદ તેમજ મિનારે સિદ્ધરાજ જયસિંહના સમયમાં ખંભાતમાં થયેલા એક કોમી વિખવાદમાં પાડી નાખવામાં આવ્યાં હતાં, પણ પાટણ નરેશના આદેશ તેમજ આર્થિક સહાયથી અનેનું પુનનિર્માણ થયું. પછી બારમી સદીના અંત કે તેરમી સદીના પ્રારંભમાં