________________
સોલંકી કાલ
(પ્ર.
માળવા-નરેશના આક્રમણમાં એ ફરી વાર નષ્ટ થયાં એનું ખંભાતના એક મુસ્લિમ વેપારી સઈદ બિન અબૂશરફ અલ્બમ્મીએ ઈ.સ. ૧૨૧૮ માં ફરી પુનનિર્માણ કર્યું હતું. ચારે ખૂણે સેનેરી ગુંબજવાળી આ મસ્જિદ અને મિનારે અલ્ફીના સમયમાં અસ્તિત્વમાં હતાં એવું અફીએ પોતે નેંધ્યું છે.૩૦૧ અમદાવાદની એક આધુનિક મસ્જિદમાં સચવાયેલા પંદરમા સૈકાના એક શિલાલેખ પરથી જાણવા મળે છે કે (સંભવતઃ અસાવલ કે કર્ણાવતીમાં) ઈસ. ૧૨૩૭– ૩૮ માં મસ્જિદ બંધાઈ હતી, જેનો પુનરુદ્ધાર ઈ.સ. ૧૪૮૧ માં થયો હતો.૩૦ પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ– પ્રભાસમાં ઈ.સ. ૧૨૬૪ માં હાર્મઝના નાવિક તથા વેપારી પીરાજે સ્થાનિક મહંત તેમજ પંચકુલેની અનુમતિ તથા સહાયથી મસ્જિદ બંધાવી હતી, જેના સંસ્કૃત તેમજ અરબી શિલાલેખ આજે પણ અનુક્રમે વેરાવળ તથા પ્રભાસમાં મોજૂદ છે. ૩૦૩ આ લેખો પરથી સ્પષ્ટ થાય છે કે એ પ્રભાસની મુસ્લિમ જમાતો માટે બંધાવવામાં આવી હતી. જૂનાગઢ ખાતે ભાઈ ગઢેચીના સ્થાન પાસે આવેલી નાની મસ્જિદ ઈ. સ. ૧૨૮૬-૮૭માં અફી ફુદીન અબૂલ્કાસિમ ઈજી દ્વારા બંધાઈ હતી.૩૦૪
ઈ. સ. ૧૩૦૦ માં ખંભાતના એક વેપારી હાજી હુસેન મક્કીના આઝાદ કરવામાં આવેલા ગુલામ ખ્વાજા અમીનુદીન જૌહરે એકથી વધુ માળવાળી ઊંચી મસ્જિદ બંધાવી હતી, જેના નીચલા માળની ત્રણ દુકાને એણે મસ્જિદના નિર્વાહ ખર્ચ માટે વકફ કરી હતી ૩૦૫
આ ઉપરાંત ગુજરાતની જુદી જુદી જગ્યાઓથી મળી આવેલા મૃત્યુલેખે પરથી એવું સહેજે અનુમાન થઈ શકે કે આ સમય દરમ્યાન સારી સંખ્યામાં. મકબર કે રાજા બંધાયા હશે. બારમી સદીમાં ઈ. સ. ૧૧૫૯-૬૦ માં કે તે અરસામાં કચ્છ જિલ્લાના ભદ્રેશ્વર ખાતે બંધાયેલ અબૂલઅમ અબ્દુલ્લાહ સુત ઈબ્રાહીમને રોજ આજે પણ મોજૂદ છે, જેના પરથી આ સમયના મકબરા કેવા પ્રકારના હશે એને આછો ખ્યાલ આવી શકે. ભદ્રેશ્વરમાં ઈ. સ. ૧૧૭૪ અને ૧૧૭૭ની તેમજ બે ત્રણ સમકાલીન મૃત્યુલેખવાળી કબરે મળી આવી છે૩૦૭ તે પ્રમાણે તેરમી સદીના ડઝનેક મૃત્યુલેખે ભદ્રેશ્વર ઉપરાંત ખંભાત, પેટલાદ, રાંદેર, પાટણ, પ્રભાસ વગેરે સ્થળોએ મળ્યા છે.૩૦૮ આમાંની બધી નહિ, તો અમુક કબર પર રોજ તે જરૂર બંધાયા હોવા જોઈએ. આમાંથી આજે માત્ર પેટલાદમાં ઈસ, ૧૨૩૬ ના મૃત્યુલેખમાં જેમને મહાન સંત તરીકે ઉલ્લેખ થયે છે તે (બાબા)૩૦૯ અર્જુનની કબર પર રેજે છે. આ રોજે સંતના મૃત્યુ સમયે બન્યો હોય એમ લાગતું નથી, પણ ચૌદમી સદીના બીજા