________________
સ્થાપત્યકીય સ્મારક
૪૮૧ આસેડા (તા. વિજાપુર, જિ. મહેસાણા)નું જસમલનાથનું મંદિર આ શ્રેણીનું છે.11
દાવડ (તા વિસનગર, જિ. મહેસાણા)ના જાગેશ્વર શિવપંચાયતન મં. દિરના મુખ્ય પૂર્વાભિમુખ શિવમંદિરની આગળના ખૂણાઓ પર ગણેશ અને ગૌરીના મંદિર તથા પૃષ્ઠ ભાગના ખૂણાઓ પર સૂર્ય અને વિષ્ણુનાં મંદિર છે. સમગ્ર મંદિરોનો સમૂહ એક જ જગતી પર આવેલું છે. મંદિરની આગળ કીતિ તારણની રચના હશે એ ત્યાં આવેલા એના અવશેષો પરથી નિશ્ચિત થાય છે. એમાં સૂર્યમંદિરની જંધાના ગવાક્ષમાં હરિહરપિતામહની મૂર્તિ છે. વિષ્ણુમંદિરના ગવાક્ષમાં ત્રિવિક્રમનું શિલ્પ છે. (૪) ચતુર્વિશતિ જિનાલય
કુંભારિયા(તા. દાંતા, જિ. બનાસકાંઠા)માં પાંચ પ્રાચીન જૈન મંદિરને સમૂહ છે. એમાંના સંભવનાથ મંદિર ૩ સિવાયનાં બાકીનાં ચાર મંદિર –નેમિનાથ, મહાવીર, શાંતિનાથ અને પાર્શ્વનાથનાં મંદિર ચોતરફ પડાળીયુક્ત દેવકુલિકાઓથી વિભૂષિત છે.૬૪ એ મદિરે ચતુર્વિશતિ જિનાલય પ્રકારનાં એટલે કે વીસ જિનકુલિકાઓથી મંડિત છે.
(1) નેમિનાથનું મંદિર અહીંના સમૂહમાં સૌથી મોટું અને વિશાળ છે (પષ્ટ ૨૫ આ. ૫૯). મંદિર ઉત્તરાભિમુખ છે." એ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, દશ-ચોકીને બનેલ ત્રિકમંડપ, સભામંડપ, શૃંગારકી અને વીસ દેવકલિકાઓથી વિભૂષિત છે. દેવકુલિકાઓની આગલી હરોળની મધ્યમાં બલાનકની રચના છે. મંદિરનું ઉન્નત શિખર તારંગાના અજિતનાથપ્રાસાદના શિખરને મળતું છે. મૂળ ગભારામાં શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિની આસપાસ એક સમયે બંને બાજુએ એક એક ઈદ્ધતિથી સુશોભિત એકતીથી ભવ્ય પરિકર હતા તે જણે દ્વાર વખતે ખંડિત થવાથી પાછલી ભમતીના એક ગોખમાં પ્રતિષ્ઠિત કરેલ છે. ગૂઢમંડપમાં મોટા પરિકરયુક્ત ચાર કાઉસગિયા પ્રતિમા છે. અહીં છ–ચેકીને, બદલે બે હારમાં દશ-ચાકી છે. એમાં ડાબા હાથ તરફની ચેકીના ગોખમાં નદી શ્વરદીપની સુંદર રચના કરેલી છે અને જમણા હાય તરફની ચેકીના એક ગવાક્ષ(ખત્તક)માં અંબાજીની સુંદર મૂર્તિ પધરાવેલી છે. એવી જ રીતે સભામંડપની પરિકરયુક્ત ભવ્ય પાર્શ્વનાથની મૂતિ, જેને આદિવાસી લેકે “ભીમદાદા કે “અજુન નામે ઓળખે છે તે, દર્શનીય છે. મંદિરની પીઠમાં ગજથર, નરથર, યક્ષ-યક્ષિણીનાં
સે૩૧