________________
સાકી કાલ
બાજુએ પિતાની અને તેજપાલની ગજરૂઢ મૂર્તિઓ મુકાવી. અષ્ટાપદ અને સમેતશિખરના મંડપમાં કુમારદેવીની તથા પોતાની ભગિનીઓની મૂર્તિઓ કરાવી અને ત્રણે પ્રાસાદનાં ત્રણ તોરણ કરાવ્યાં.૩૫૮ આ મંદિરની શૃંગારચોકી અને પંપ પરની સંવર્ણા નષ્ટ થયેલી હતી. એને પંદરમી સદીમાં જીર્ણોદ્ધાર થયો હતો. મંડપના સ્તંભ સાદા છે. (૪) પંચાયતન
ખેડાવાડા(તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા)નું પંચાયતના પ્રકારનું આ કાલનું મંદિર એની વિશિષ્ટ માંડણ પર ખાસ નોંધપાત્ર છે (પટ ૨૩, આ. પ૭). મુખ્ય મંદિર દક્ષિણાભિમુખ છે. એના ચાર ખૂણે આવેલાં મંદિર તલમાન, ઊર્તમાન અને કદમાં સરખાં છે. તમામ મંદિર એક જ સાદી જગતી પર છે. મધ્યના મંદિરનું ચેડાક સમય પૂર્વે સમારકામ થયેલ હોવાથી એનું અસલ સ્વરૂપ ઘણું બદલાઈ ગયું છે, પરંતુ ખૂણાનાં મંદિર તેઓના અસલ સ્વરૂપને વ્યક્ત કરે છે. આમાંના કોઈ પણ મંદિરને પીઠ નથી. મંડોવરના કુંભ પર અર્ધન તથા અર્ધપુષ્પનાં સુશોભન છે. આગલી હરોળમાં બે મંદિર પાછલા મંદિરને અભિમુખ કરે છે. ખૂણાનાં મંદિરની જંધાન ગવાક્ષમાં આવેલ દેવશિલ્પ અલગ અલગ છે. ઈશાનકાણ પર આવેલ મંદિરની જંધામાં ઉત્તરે નટેશ અને પશ્ચિમે ગજા સુરસંહારનું શિલ્પ છે. અગ્નિકોણ પરના મંદિરની જંધામાં પાર્વતી અને સ્કંદ છે. બાકીના એક મંદિરની જંઘામાં બે સૂર્ય મૂર્તિ છે અને બીજા મંદિરની જધામાં ભેરવ, વિષણુ અને દ્ધનાં શિલ્પ છે. પુનનિર્માણ પામેલ મધ્ય મંદિરની જધાના ગવાક્ષમાં બ્રહ્મા અને શિવ છે. ગર્ભગૃહના દ્વારના તરંગ પર મૂળને નવગ્રહપદ્ધ જળવાઈ રહ્યો છે. દક્ષિણાભિમુખે આવેલું આ મંદિર બહાનું હોવાનું અને ખૂણું પરનાં મંદિરમાં એક શિવનું, બીજું સૂર્યનું, ત્રીજું પાર્વતીનું અને શું વિષાણુનું હોવાનું સૂચવાયું છે. ૨૫૯ | ગવાડા તા. વિજાપુર, જિ. મહેસાણા)નું જાગેશ્વર અથવા વૈજનાથ શિવમંદિર પણ પંચાયતના પ્રકારનું છે. ખૂણાનાં મંદિર ગણેશ, ગૌરી, સૂર્ય અને વિષ્ણુનાં છે. મુખ્ય મંદિર રંગમંડપ અને શૃંગારચોકીનું બનેલું છે. મંડપ નવ નિર્માણ પામેલે છે. પીઠથી શિખર સુધીને ભાગ સુંદર રીતે અલંકૃત કરેલ છે. સૂર્યમંદિર પુનનિર્માણ પામેલું છે. આ મંદિરોના ભદ્રગવાક્ષમાં કુબેર, શિવ, ગજાસુરવધ, ત્રિવિકમ, સૂર્ય, હરિહરપિતા મહાકેની સુંદર મૂતિ આવેલી છે. મુખ્ય મંદિરની આગળનું કીર્તિતોરણ નાશ પામ્યું છે. પણ એના તૂટેલા અવશેષ જળવાયા છે.