________________
૧૬ મું] સ્થાપત્યકીય સ્મારક
[ ૪૦૯ ધર્મના પ્રસિદ્ધ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક એક ગર્ભગૃહ આવેલું છે અને એ દરેક પર શિખરની રચના છે. મંદિરની પૂર્વ બાજુએ આવેલી પ્રવેશચોકી સર્વથા નાશ પામી છે. મંદિર કદમાં નાનું છે. મંડપના સ્તંભનું આયોજન મૂકના નીલકંઠ મહાદેવ મંદિર સાથે સામ્ય ધરાવે છે. ત્રણે ગર્ભગૃહની હારશાખાઓ એક જ પ્રકારની છે. પશ્ચિમનું ગર્ભગૃહ મધ્યમાં છે. એની દારશાખામાં સવ શિપે છે. ઉત્તરના ગર્ભગૃહની દ્વારશાખામાં વિષણુનાં અને દક્ષિણના ગર્ભગૃહની દ્વારશાખામાં બ્રહ્માનાં શિલ્પ છે. દરેક ગર્ભગૃહની અસલ સેવ્ય પ્રતિમા નાશ પામી છે. બહારની બાજુએ વિષ્ણુની મૂર્તિના બે ટુકડા પડેલા છે. ઉત્તર-દક્ષિણનાં ગર્ભગૃહમાં દેવની વેદી (આસન) જળવાઈ રહી છે. પૂર્વના ગર્ભગૃહમાં આસન નથી,
જ્યાં સંભવતઃ એક વખતે જલાધારી ને લિંગ હોવાની સંભાવના છે. પશ્ચિમના ગર્ભગૃહમાં અત્યારે સૂર્યની બે ખંડિત મૂતિ છે.
મંડોવરની જંધાના ગવાક્ષમાં ઇલિકાવલણથી વિભૂષિત મૂર્તિઓ ગર્ભગૃહની અનુક્રમે દ્વારશાખાઓ સાથે સામ્ય ધરાવતી જણાય છે. એમાં અનુક્રમે સૂર્ય, શિવ અને વિષ્ણુની મૂર્તિઓ છે. પીઠના ગજથર, નરયર, અને કુંભા પરનાં દેવ-દેવીઓનાં શિલ્પ તથા મિથુન શિ ઉદાત્ત કતરકામવાળાં છે. મંડપની સંવષ્ણુ અને ગર્ભગૃહ પરનાં શિખરોની રચના સૂણુકના મંદિર સાથે સામ્ય ધરાવે છે.'
દેલમાલના દેવાલય-સમૂહમાંનાં બે ચાયતન મંદિરોનો ઉલ્લેખ અગાઉ આવી ગયો છે.
પરબડી(તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)માં આ શ્રેણીનું ત્રિકૂટાચલ મંદિર આવેલું છે પ૭ એમાંનું મધ્યનું મુખ્ય મંદિર ઘણું નાશ પામ્યું છે, પરંતુ એની બંને બાજુનાં મંદિર ઠીક ઠીક જળવાયાં છે.
ગિરનાર(તા. જૂનાગઢ, જિ. જૂનાગઢ) પર્વત પર વસ્તુપાલે એક ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યું હતો. એમાં મુખ્ય મંદિર આદિનાથનું હતું. પાશ્તા કાલના છદ્ધાર સમયે આદિનાથના સ્થાને ૧૯મા તીર્થકર મલ્લિનાથની પ્રતિમા પ્રતિષ્ઠિત કરેલી લાગે છે. મુખ્ય મંદિરની આગળ વિસ્તૃત મંડપ છે. વળી એની આગળ બીજા મંડપની રચના કરી એની ડાબી બાજુએ વસ્તુપાલે પિતાની પત્ની લલિતાદેવીના પુણ્યાર્થે પૂર્વજની મૂર્તિઓ સાથે ચતુર્વિશતિજિનાલંકા સમેતશિખરનું મંદિર તથા જમણી બાજુએ બીજી પત્ની સંખકાના શ્રેયાર્થે અષ્ટાપદ તીર્થનું મંદિર રચાવ્યું હતું. આદિનાથ( હવે મલિનાય)ના એ મુખ્ય મંદિરમાં પૂર્વજોના શ્રેયાર્થે વળી અજિતનાથ અને વાસુપૂજ્યનાં બિંબ મુકાવ્યાં. એના મંડપમાં મહાવીર અને અંબિકાની મૂર્તિ કરાવી, એના ગર્ભધારની જમણી