________________
સોલંકી કાલ ને દેવલીલાનાં દશ્ય તથા મિથુનશિ પણ ઊંચી કોટિનાં છે. મંડોવર પણ ઉત્તમ કોટિની કતરણીવાળો છે. સ્તંભે અને વિદ્વાનોના ઘાટ આબુનાં મંદિરે સાથે સામ્ય ધરાવે છે. મંદિરમાં કુલ ૯૪ સ્તંભ છે. એ પૈકીના ૨૨ સ્તંભ ઉત્તમ કતરણીવાળા છે. એમાં દેવ-દેવીઓ અને વિદ્યાધરીએાનાં રેખાંકન ઉપસાવેલાં છે. મંદિરના રંગમંડપનો કોટક ઉત્તમ કોતરણીવાળે છે. આ સિવાય મંદિરની અનેકવિધ ખંડિત અને અખંડિત શિસમૃદ્ધિ, જિનમાપદો, સમી-વિહારપદ્દ, પરિકરે, મૂતિઓ તથા મંદિરનાં અનેકાનેક વખત થયેલાં સમારકામસંવર્ધને, બિંબપ્રતિષ્ઠાન વગેરેની વિગતો પૂરી પાડતા વિ. સં. ૧૧૯૧ થી ૧૬૭૫ સુધીના લેખ ખાસ નોંધપાત્ર છે.
(૨) મહાવીરસ્વામીનું મંદિર ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારચોકી અને સોળ દેવકુલિકાઓનું બનેલું છે. બાકીની આઠ દેવકુલિકાઓને બદલે આઠ ખત્તકેની રચના કરી વીસની પરિપાટી પૂરી પાડી છે. આખુંયે મંદિર વિશાળ જગતી પર આવેલું છે. ગર્ભગૃહમાં મહાવીરની એકતીથી પરિકરયુક્ત ભવ્ય પ્રતિમા છે. ગૂઢમંડપને ત્રણ દ્વાર છે. રંગમંડપની છતમાં જૈન સૂરિઓનાં જુદાં જુદાં દશ્ય આલેખવામાં આવ્યાં છે. છ-ચોકી, સભામંડપની અને ભમતીની દેરીઓની વચ્ચે બંને તરફ થઈને છતના ૧૪ ખંડમાં જુદાં જુદાં દશ્ય, જેવાં કે વર્તમાન અને ભાવી ચોવીશીનાં માતા-પિતા તથા શાંતિનાથનું સમવસરણુ, મહાવીરનાં પંચકલ્યાણ, નૃત્યગાનવાદન વગેરે દશ્યો કે તરેલાં છે. આ ઉપરાંત ઘૂમટોમાં અપૂર્વ કારીગરી તથા ગૂઢમંડપની દ્વારશાખામાં એવું જ ઉચ્ચ કોટિનું મેતરકામ છે. મંદિરમાં ઘણા શિલાલેખ પણ છે. મંદિરને ફરતા પ્રાકારમાં પૂર્વ-પશ્ચિમ એક એક પ્રવેશદ્વારની યોજના છે.
(૩) પાર્શ્વનાથનું મંદિર : મૂળ ગભારે, અંતરાલ, ગૂઢમંડપ, છ-ચેકી, સભામંડપ, શૃંગારચોકીઓ અને બંને બાજુએ થઈને ૨૪ દેવકુલિકા છે.
(જી શાંતિનાથનું મંદિર (પષ્ટ ૨૪, આ. ૬) રચનાની બાબતમાં મહાવીર સ્વામીના મંદિર જેવું છે. આ મંદિર મૂળ ગભારે, અંતરાલ, ગૂઢમંડપ, છચોકી, સભામંડપ અને ૨૪ દેવકુલિકાઓનું બનેલું છે. જગતીસંલગ્ન પૂર્વ અને પશ્ચિમના પ્રવેશ ગૂઢમંડપનાં એ બંને દિશામાં પ્રવેશદ્વારે સાથે સ્તંભાવલિયુક્ત પડાળીથી જોડાયેલા છે. ગૂઢમંડપના દ્વારની બંને બાજુએ સુંદર કતરણીવાળા બે ખત્તક છે. છ-ચોકી અને સભામંડપની છતમાં જુદા જુદા સુંદર ભાવ કોતરેલા છે. એનાં પંચકલ્યાણક સાથે તીર્થકરોના વિશિષ્ટ પ્રકારના જીવનપ્રસંગો, ક૫