________________
૨૦ ] સેલંકી કાલ
[ પ્ર. ૯૭૬)ને તામ્રપત્રમાં મૂલરાજને વળી “વ્યાલકાંચિ પ્રભુના વંશમાં થયેલા જણાવ્યા છે.પ૦ | હેમચંદ્રાચાર્યે “થાશ્રય”(૧૨ મી સદી)માં મૂલરાજનો રાજિના પુત્ર તરીકેપ 2 અને રાજિના નાના ભાઈને “દડાક” તરીકે ઉલ્લેખ કર્યો છે. પ્રબંધચિંતામણિ(ઈ. સ. ૧૩૦૫)માં રાજ, બીજ અને દંડક નામે ત્રણ ભાઈઓને તથા તેઓ કને જના રાજા ભૂયરાજના વંશજ મુંજાલદેવના પુત્ર હોવાનો ઉલ્લેખ આવે છે.૫૩
જયસિંહસૂરિએ કુમારપાલભૂપાલચરિત(ઈ.સ. ૧૦૬૬)માં રામ-સહજ રામભટ–દડકક-કાંચિકવ્યા–રાજિ-મૂલરાજ એવી વંશાવળી જણાવી છે. ૫૪ જિનમંડનગણિના કુમારપાલપ્રબંધ(ઈ. સ. ૧૬૩૬)માં પપ તથા કૃષ્ણ કવિની રત્નમાલા(૧૭ મી–૧૮ મી સદી)માં ભૂયડ (ભૂઅર)-કર્ણાદિય (કરન)-ચંદ્રાદિત્ય-સોમાદિત્યભુવનાદિત્યરાજ એવી વંશાવળી આપી છે.
મૂલરાજના પિતાના અભિલેખમાં તથા સર્વ અનુકાલીન ગ્રંથમાં જણાવ્યા મુજબ મૂલરાજના પિતાનું નામ “જિ” હતું એ નિર્વિવાદ છે. યુવરાજ ચામુંડરાજના અભિલેખમાં જણાવેલ વ્યાલકાંચિપ્રભુ નામે પૂર્વજ એ કુમારપાલભૂપાલચરિતના આધારે મૂલરાજને પિતામહ કાંચિકવ્યા હોવાનું માલુમ પડે. છે.૫૭ એ ગ્રંથમાં જણાવેલ કાંચિકવ્યાલના પિતાનું નામ દડક પણ ઐતિહાસિક હોવું સંભવે છે, કેમકે રાજિના નાના ભાઈનું નામ દડક્ક-દંડક હતું ને ઘણાં
લેમાં પૂર્વજના નામનું પુનરાવર્તન થતું. દડક ૧ લાના પિતા તથા પિતામહ વિશે અન્ય ઉલ્લેખોનું સમર્થન મળ્યું નથી. આ ગ્રંથમાં મૂલરાજના પૂર્વજો મધુપદ્રમાં ૮ રાજ્ય કરતા હોવાનું જણાવ્યું છે, પરંતુ એમાં આપેલી અનુશ્રુતિને. આરંભિક વૃત્તાંત એતિહાસિક હેવાની પ્રતીતિ થતી નથી.
પ્રબંધચિંતામણિમાં રાજિના પિતાનું નામ “મુંજાલદેવ” જણાવ્યું છે તે કલ્પિત ન હોય તે કાંચિકવ્વાલનું બીજું નામ હોઈ શકે અથવા મૂળ નામ
મુંજાલદેવ” હોય ને “કાચિકવ્યાલ” એનું પરાક્રમ–પ્રાપ્ત બિરુદ હોય. તો એવી રીતે “ભુવનાદિત્ય” (કે “ભૌમાદિત્ય ”) પણ એ જ રાજાનું બીજું નામ હશે ? કુમારપાલપ્રબંધ અને રત્નમાલામાં આપેલાં ભૂયડ અને રાજિની વચ્ચેનાં નામ એતિહાસિક કરતાં કલ્પિત હોવાનો વિશેષ સંભવ લાગે છે..
પ્રબંધચિંતામણિમાં તથા રત્નમાલામાં મૂલરાજનો પૂર્વજ ભૂયરાજ અથવા 'ભૂયડ હોવાનું ને એ કલ્યાણકટક(કને જ)ને રાજા હોવાનું જણાવ્યું છે એ પરથી મૂલરાજના પૂર્વજ કનેજ સાથે સંકળાયેલા હોવાનું સૂચિત થાય છે, પરંતુ એ