________________
૨ જુ' ]
કુલાત્પત્તિ અને પૂજા
[ ર
ભૂયરાજ પ્રાયઃ કનેાજના પ્રતીહાર વશના રાજા ભાજ હોઈ ચૌલુકય કુલના મૂલરાજના સીધા પૂજ હાઈ શકે નહિ. ડૉ. મુનશીએ તે કાંચિકન્યાલનેા પિતા દંડક તથા ભૌમાદિત્ય(ભુવનાદિત્ય)ને પિતા સામાદિત્ય પ્રતીહાર નરેશ ભેજને પુત્ર મહેદ્રપાલ હવાનુ, સામાદિત્ય' અને ‘ ચંદ્રાદિત્ય 'પર્યાય હોવાનું અને કાંચિકવ્યાલ, મુજાલ અને ભૌમાદિત્ય એ મહેદ્રપાલના પુત્ર મહીપાલ હોવાનુ કલ્પીને રાજિ સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજકુલના હશે અને મહીપાલને દૌહિત્ર કે જમાઈ હશે એવી અટકળ રજૂ કરી છે,પ૯ પરંતુ શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી નાંધે છે તેમ એમાં મુનશીએ દંતકથાઓના અભિલેખાના સ્પષ્ટ પુરાવા સાથે કઈ રીતે ન એસતા મેળને તાણીતૂસીને મેળવવા માટે ઇતિહાસ સહી ન શકે તેટલી કલ્પના કરી છે.ક॰ એના કરતાં આ પ્રદેશને ‘ગુર્જરદેશ ' જેવુ નામ અને એના રાજાને ‘ગુજરેશ્વર ' જેવુ' પદ મળ્યું એ પરથી મૂલરાજના પિતા રાજિ કનેાજના પ્રતીહાર રાજાધિરાજને ભિલ્લમાલની આસપાસના ગુજરદેશના સામત હશે એ તક ૬૧ વધુ વાસ્તવિક ગણાય.
કુમારપાલભૂપાલચરિતમાં મૂલરાજના પૂર્વજ રામને દારથ રામની જેમ પરાક્રમી તથા ન્યાયી, સહજરામને ત્રણ લાખ અશ્વોને સ્વામી તથા શકપતિને હણનાર, અને દડને પિપાસા નામે રાષ્ટ્રના રાજાને હરાવનાર કહ્યો છે.કર કાંચિકવ્યાલને કલ્પદ્રુમ જેવા પરમ દાની જણાવ્યા છે.૬૩ રાજિ વિજયી હતેા, સામનાથની યાત્રાએ દેવનગર (દેવપત્તન–સામનાથ પાટણ) ગયા હતા તે ગુજર દેશના રાજા સામંતસિંહની ભગતી લીલાને પરણ્યા હતા ૪ એવુ પણ એમાં જણાવ્યું છે.
'
પ્રાધચિંતામણિમાં રાજિ-સામંતસિંહને લગતા પ્રસંગ વિગતે નિરૂપાયા છે. એમાં જણાવ્યું છે કે રાજ, બીજ અને દંડક સામનાથની યાત્રા કરી પાછા ફરતાં અણહિલપાટક આવ્યા, ત્યાં એક દિવસ ત્યાંના રાજા સામતસિંહ ઘેાડે સવારીની મેાજ માણતા હતા ત્યારે એણે અશ્વને વગર કારણે ચાબૂક મારતાં કાટિકના વેશમાં રહેલા રાજએ ‘અરેરે ! ' એવા ઉદ્ગાર કાઢ્યો, આ સાંભળી રાજાએ એને સંપર્ક સાથેા ને ધોડેસવારીમાં એની કુશળતા જોઈ એને મેટા કુલને જાણીને એને પોતાની બહેન લીલાદેવી પરણાવી.૬પ એમાં જણુાવ્યા મુજબ રાજિ ધોડેસવારીમાં કુશળ હતા, સામનાથની યાત્રા કરવા સૌરાષ્ટ્ર આવ્યા હતા તે અણુ હેલવાડના ચાવડા રાજા સામંતસિ ંહે એને પેાતાની બહેન લીલાદેવી પરણાવી હતી, એ મુખ્ય મુદ્દા ઐતિહાસિક હોવા સંભવે છે.