________________
૨ જુ].
કુલેત્પત્તિ અને પૂર્વજો નહિ ને અહીં ચૌલુક્ય વંશની સત્તા સ્થપાઈ ત્યારે આ પ્રદેશ ક્યારેય “ગુર્જરદેશ” તરીકે ઓળખાત થઈ ચૂક્યો હતો. પરંતુ આ મુદ્દો યથાર્થ નથી. છતાં ચૌલુક્યો ગુજર કે ગુજરરાજ તરીકે ઓળખાયા એ ગુજરદેશને લઈને, પિતાની જાતિને લઈને નહિ, એવું ડે. મજુમદારનું પણું મંતવ્ય છે.૪૨ ગુજરને સામાન્ય રીતે દણની સાથે સંકળાયેલી વિદેશી જાતિના માનવામાં આવે છે;૪૩ ઉત્તર ભારતની અનેક જ્ઞાતિઓનાં નામોમાં તેમજ ત્યાંનાં અનેક સ્થળોનાં તથા પ્રદેશોનાં નામના મૂળમાં “ગુજર” શબ્દ રહે છે ૪ ને “ગુજરાત” નામના મૂળમાં ગુર્જર જાતિનું નામ હોવાનું જણાય છે, પરંતુ ચૌલુક્ય ગુજર જાતિના હોવાનું નિશ્ચિત થતું ન હોઈ અહીં એ મુદ્દાને વિસ્તાર કરવાની જરૂર નથી.
પુરાણે અને ચરકસંહિતામાં “ચુલિક” (કે “શુલિક') જાતિને કિરાત, બાલિક, પહલવ, ચીન, યવન અને શક જેવી વિદેશી જાતિઓ સાથે ગણાવેલી છે; મત્સ્ય પુરાણમાં ચુલિકના દેશમાં થઈ ચક્ષુ (કસસ) નદી વહેતી હોવાને ઉલ્લેખ છે ને તારાનાથ શુલિકનું રાજ્ય તગારા(મધ્ય એશિયામાંનું થેગારા)ની પાર આવેલું જણાવે છે.૪૫ આ પરથી ચુલિકેશુલિકે મધ્ય એશિયામાંથી ભારતમાં આવી વસ્યા લાગે છે. અર્થાત આ જાતિના લેકો મૂળમાં સોગડિયન હતા ને ચૌલુક્યો “ચુલિક” કે “શુલિક” નામે ઓળખાયેલા સોગડિયામાંથી ઉદ્ભવેલા છે એવું સૂચવાયું છે. ૪પ
દખણમાં “ચુલિક” નામ “ચક્ય” “ચલિષ” કે “ચલુક્ય તરીકે પ્રચલિત થયું ને એ નામમાં ચક” “ચલિક” કે “ચલુક” જેવું મૂળ રહેલું કહેવાનું મનાયું.૪ નાગાજુનીકેડ(આંધ્ર પ્રદેશ)ના એક અભિલેખમાં૪૭ ઉલિખિત મહાસેનાપતિના ( “સ્કન્દનચલિકિ-મણક”) નામમાં રહેલ વચલે શબ્દ
ચલિકિ આ સંભવને સમર્થન આપે છે.૪૮ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સત્તારૂઢ થયેલા ચાલુક્ય દખ્ખણની પરંપરાના લાગે છે, પરંતુ નવમી સદીમાં યુલિકો-શલિકેનું એક બીજું કુલ પ્રતીહાર રાજ્યના પાટનગર કનેજમાં વસ્યું ને દસમી સદીમાં એ કુલના મૂલરાજે અણહિલવાડમાં સત્તા પ્રાપ્ત કરી ત્યારે અહીં તેઓ શરૂઆતમાં ચૌદ્ધિક – શૌલિકક” તરીકે ને આગળ જતાં “ચુલુક્ય” કે “ચૌલુક્ય” અથવા સેલંકી” તરીકે ઓળખાયા ૮અ એવું લાગે છે.
૨. પૂર્વજો ગુજરાતના ચૌલુક્ય વંશના સ્થાપક મૂલરાજના વિ. સં. ૧૦૪૩(ઈ. સ. ૯૮૭)ના તામ્રપત્રમાં મૂલરાજને “મહારાજાધિરાજ” અને “મહારાજાધિરાજશ્રી રાજિને સુત” કહ્યો છે. યુવરાજ ચામુંડરાજના વિ. સં. ૧૦૩૩(ઈ. સ.