________________
૧૮ ] સેલંકી કાલ
[ . છે કે ગુર્જરોને એક સમૂહ છઠ્ઠી સદીમાં સવાલખ (સેવાલિક) પર્વતના પ્રદેશમાંથી આવી દખણ સુધી ફેલાય તે “ચાલુક્ય' નામે ઓળખાયો, જ્યારે તેઓને બીજો સમૂહ ૧૦ મી સદીમાં કનોજથી આવી ગુજરાતમાં વચ્ચે તે “ચૌલુક્ય કે સોલંકી” નામે ઓળખા.૩૬ આમ ચૌલુક્યો ગુર્જર જાતિના હોવાથી તેઓના શાસન નીચેના આ પ્રદેશને “ગુર્જર દેશ” અને “ગુજરાત” જેવું નામ લાગુ પડ્યું એવું મનાયું.
પરંતુ ચૌલુક્યો ગુર્જર જાતિના હતા એ સુનિશ્ચિત નથી. તેઓને પ્રતીહારે સાથે સાંકળતી અનુશ્રુતિ “પૃથ્વીરાજ-રાસો” પર આધારિત છે, પરંતુ એ રાસાને તથા એમાં આપેલી આ અનુશ્રુતિને અતિહાસિક દષ્ટિએ પ્રમાણભૂત માની શકાય એમ નથી.૩૭ વસ્તુતઃ એ રાસાની વર્તમાન આવૃત્તિમાં ઘણું ઐતિહાસિક ક્ષતિ હવાનું પ્રતિપાદિત થયું છે, જ્યારે એના મૂળ અંશમાં અગ્નિકુલને લગતી અનુકૃતિને સમાવેશ થયો નથી, આથી એમાં આ અનુશ્રુતિ પછીથી ઉમેરાઈ છે.૩૮ બીજ, એ અનુશ્રુતિમાં જણાવ્યા મુજબ ચૌલુક્યો અને પ્રતીહારે એક જાતિના હોય તો પણ એ પરથી ચૌલુક્યો ગુજર જાતિના હોવાનું સુનિશ્ચિત થતું નથી, કેમકે પ્રતીહારો ગુર્જર જાતિના હતા કે કેમ એ વિવાદાસ્પદ છે. પ્રતીહારે અને આગળ જતાં ચૌલુક્યોના માટે પ્રયજાયેલ “ગુર્જર' શબ્દ તેઓની જાતિને નહિ, પણ તેઓના પ્રદેશને કે મૂળ વતનને ઘાતક હોય એ ઘણું સંભવિત છે.૩૯ અર્થાત મિત્રક કાલ દરમ્યાન ભિલ્લમાલની આસપાસને પ્રદેશ “ગુર્જરદેશ' તરીકે ઓળખાતો હતો, પરંતુ આગળ જતાં એ ગુજરદેશના દક્ષિણ ભાગમાં સત્તા ધરાવનાર ચૌલુક્ય રાજાઓનું રાજ્ય એની દક્ષિણે જેમ જેમ વિસ્તરતું ગયું તેમ તેમ એ નામ એમાં ઉમેરાતાં મંડલને પણ લાગુ પડતું ગયું, જ્યારે આબુની ઉત્તરે આવેલા એના મૂળ પ્રદેશ માટે એ નામ લુપ્ત થઈ ગયું એવું લાગે છે.૪૦ વળી શ્રીમાળી, પ્રાગ્રાટ વગેરે બીજી જે જાતિઓ ભિલ્લમાલની આસપાસના ગુજરદેશમાંથી આવી આ પ્રદેશમાં વસી તે પણ તેઓના મૂળ વતન પરથી “ગુર્જર તરીકે ઓળખાતાં આ પ્રદેશને “ગુજર' નામ લાગુ પડ્યું હોય એ પણ ઘણું સંભવિત છે. આમાં ગુર્જર ખેડૂતો અને પશુપાલકો તથા કારીગરોના વિપુલ વર્ગોને ખાસ સમાવેશ થાય. આમ આ પ્રદેશને “ગુજર દેશ” નામ ચૌલુક્ય કાલમાં લાગુ પડયું ને ચૌલુક્ય રાજાઓ “ગુર્જર” કે “ગુર્જરરાજ” કહેવાતા એ પરથી ચૌલુક્યો પતે ગુજર જાતિના હોવાનું નિશ્ચિત થતું નથી. • ' છે. ભાંડારકરના મતનું ખંડન કરતાં ડે. અશોકકુમાર મજુમદાર દલીલ કરે છે કે “લાટનામ પ્રાફચૌલુક્ય કાલમાં સમસ્ત ગુજરાત માટે પ્રજાનું