________________
[
૪ર૮ ]
સેલંકી કાલ આ કાલનું સર્વાગ-સંપૂર્ણ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ, અંતરાલ, મંડપ અને શૃંગારચોકીનું બનેલું હોય છે. કેટલાંક મંદિરમાં વધારાના મંડપની જરા પણ જોવામાં આવે છે. આ સંજોગોમાં ગર્ભગૃહની આગળનો મુખ્ય મંડપ તરફ દીવાલોથી ભરી દઈને એને ગૂઢમંડપનું સ્વરૂપ અપાય છે અને એની આગળ ઉમેરેલે મંડપ, જે ઘણું કરીને ચારે બાજુએ આખો કે અધે ખુલો હોય છે તે, “સભામંડપ' કે “રંગમંડપ' નામે ઓળખાય છે. કેટલીક વખતે પ્રદક્ષિણાને અનુ રૂપ મંડપનો પણ ચોતરફ વિસ્તાર કરવામાં આવે છે. આ સંજોગોમાં અંતરાલ સિવાયનો વિસ્તાર “પાધે માર્ગ” કે “અહિંદ” તરીકે ઓળખાય છે. પાર્શ્વ માર્ગ અને મંડપના સંયુક્ત વિભાગને “મહામંડપ' તરીકે ઓળખવામાં આવે છે. મંડપની આગળ કરેલી ત્રણ ચેકીની ખુલ્લી રચનાને ત્રિકમંડપ કહે છે.
આ તમામ અંગેની દીવાલે અંદરની બાજુએ બહુધા સાદી હોય છે, પરંતુ બહારની બાજુમાં એનાં ઉભડક અંગ સુંદર રીતે અલંકૃત કરેલાં હોય છે. પીઠ, મંડોવર, વેદિકા, સ્તંભ, છતો, ગર્ભધાર, પ્રવેશદ્વાર વગેરે અત્યંત બારીક કોતરકામો તથા શિલ્પથી વિભૂષિત કરેલાં હોય છે. આ કાલનાં વિસ્તૃત મંદિરમાં વધારાનાં અન્ય સ્થાપત્યકાય સ્વરૂપનો સમાવેશ થતો જોવામાં આવે છે. આવાં મંદિરની આગળ કે પાછળ તેમજ બંને બાજુએ કીતિ તોરણ નામે ઓળખાતી અલંકૃત રચના જોવામાં આવે છે. કેટલાંક મંદિરોની આગળ કુંડ, સરોવર કે વાપી વાવ) જેવાં જલાશયની રચના હોય છે. મોટા મંદિરની તરફ પ્રાકાર(કેટ)ની રચના કરવામાં આવે છે. પ્રાકારનું મુખ્ય પ્રવેશદ્વાર “બલાનક” કે
પુ ડરીક ” નામે ઓળખાય છે. જન મંદિરમાં પ્રકારની અંદરની બાજુએ સ્તભાવલિયુક્ત ભમ (ા (પડાળી) કાઢી કટની દીવાલને અડીને નાનાં ગર્ભગૃહોની રચના કરવામાં આવે છે. આ બધાં સ્થાપત્યકીય અંગોને વળી મુખ્ય મંદિરને અનુરૂપ સુશોભિત થશે તથા શિલ્પો વડે અલંકૃત કરવામાં આવે છે.
પ્રાફ-સોલંકી મંદિરોની માફક આ કાલનાં મંદિર તલદર્શનની દૃષ્ટિએ સમચોરસ કે લંબચોરસ ઘાટનાં હોય છે. આ કાલનાં માત્ર ગર્ભગૃહ ધરાવતાં નાના કદનાં મંદિર બહુ ઓછી સંખ્યામાં જોવામાં આવે છે, પરંતુ ગર્ભગૃહ અને મંડપ કે મુખમંડપ પરસ્પર જોડાયેલાં હોય તેવાં મંદિર મોટા પ્રમાણમાં મળે છે. આ સંજોગોમાં એનું સમગ્ર તલદર્શન લંબચોરસ ઘાટનું બને છે. સામાન્ય રીતે મંદિર એક ગર્ભગૃહવાળું હોય છે; એને “એકાયતન' કહે છે. કોઈક મંદિરોમાં એકથી વધુ ગર્ભગૃહ પણ હોય છે; એને “ચાયતન',
ચાયતન” વગેરે કહે છે. મંદિરની દીવાલોમાં અનુ-મૈત્રક કાલથી નિર્ગમોની