________________
- ૧૬ મું ] સ્થાપત્યકીય સ્મારક
[ ૪ર૯-: - શરૂ થયેલી પ્રણાલી આ કાલમાં ખૂબ વિકાસ પામેલી જોવામાં આવે છે. આ
નિગને કેટલીક વખત ગર્ભગૃહ પરનાં શિખરો તથા મંડપાદિ પરનાં છાવણેમાં પણ આયોજન પામેલા જોવામાં આવે છે. આ કાલનાં મંદિરોનું તલદર્શનની દૃષ્ટિએ નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : (અ) એકાયત ઃ (૧) એકાંગી
માત્ર ગર્ભગૃહનાં બનેલાં આ મંદિરની આગળ શૃંગારકી પણ હતી નથી, ગર્ભગૃહ પર શિખરની રચના હોય છે, દાત. વીરમગામના મુનસર સરેવરના કાંઠે આ પ્રકારનાં મંદિરોને મોટે સમૂહ છે. આવાં મંદિર મોઢેરાના સૂર્યકુંડની ચારે બાજુના પડથાર પર પણ આવેલાં છે.૪૪ જનોનાં બાવન, જિનાલય પ્રકારનાં મંદિરોમાં દેવકુલિકાઓની રચના અને મળતી હોય છે, (૨) હર્યામી
(૧) આ કાલનાં જંગી મંદિરોના એક પ્રકારમાં ગર્ભગૃહની આગળ શૃંગાર ચોકીની રચના જોવામાં આવે છે. આમાં ચેકીની રચનામાં ગર્ભગૃહની દીવાલ સાથે જોડાયેલા ભીંતાતંભ તથા ચેકીના આગલા ભાગમાં આવેલા છૂટા સ્તંભ મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલીક વખતે ચોકીના પ્રવેશની બંને બાજુઓને વામન કદની દીવાલોવેદિકા) અને એ ઉપરના વામન કદના સ્તંભેથી વિભૂષિત કરેલી હોય છે. આવા સંજોગોમાં વેદિકાના મથાળે કક્ષાસનની રચના હોય છે. ચેકીના મથાળે ઘણા ભાગે સપાટ અથવા સંવધાટનું આચ્છાદન હોય છે. મહેસાણા જિલ્લાના ગેરાદનું સેમેશ્વર મંદિર ૪૫ રહાવીનું નીલકંઠ મંદિર ૪૬ ખડોસણનાં વિષ્ણુ તથા હિંગળા (સર્વમંગલા) મંદિર,૪૭ પિલુદ્રાનું શીતલા, મંદિર,૪૮ વસાતું અખાડા મહાદેવનું મંદિર, સંડેરનું પ્રાચીન નાનું મંદિર,૪૯ દેલમાલનાં લક્ષ્મીનારાયણ તથા સૂર્યનાં મંદિર, સાબરકાંઠા જિલ્લાના મઠકસનગઢનું ખંડેશ્વરી માતાનું મંદિર, તથા કચ્છના અંજારનાં ભડેશ્વરનાં ૫૧ મંદિર આ કેટિનાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના રાણકદેવી મંદિરની આગળની શંગારકી નાશ પામી છે.પર અન્યથા રચના પર એ મંદિર પણ આ જ જનાને અનુસરતું જણાય છે.
(૨) આ પ્રકારનાં કેટલાંક મંદિરોનાં ગર્ભગૃહની આગળ ખુલ્લા મંડપની રચના જોવામાં આવે છે. આ મંદિરના મંડપની બંને બાજુએ વેદિકાયુક્ત કક્ષાસન અને વામન તંભોની રચના હેાય છે. સ્તંભમાં ઘટપલ્લવ ઘાટનાં સુશોભન જોવામાં આવે છે.૫૩ મહેસાણા જિલ્લાના દેલમાલનું પારવા (પાર્વતી),