________________
૧૬ સુ ]
સ્થાપત્યકીય સ્મારકા
[૪૨૭*
લિંબાજી માતા મદિર ઉત્તરાભિમુખ છે. જૈન મંદિરા પણુ માટે ભાગે ઉત્તરા-ભિમુખ હોય છે. આજી, ગિરનાર અને શત્રુજયનાં ઘણાં જૈન મદિર ઉત્તરાભિમુખ છે, પરંતુ જૈનાનાં ચામુખ મદિરામાંની તી કરની મૂર્તિએ ચારે દિશાએને અભિમુખ કરતી હોય છે. આવુ એક મંદિર શત્રુંજય પર આવેલું છે. ૬
દરેક પ્રકારનું વાસ્તુ મુખ્ય દિશાએને અભિમુખ કરે એવા સ્પષ્ટ સૈદ્ધાંતિક આદેશ છે.૩૭
· અપરાજિતપૃચ્છા ’માં સૂર્ય મંદિર મુખ્યત્વે પૂ` દિશાને અભિમુખ કરે એવા સિદ્ધાંત સ્થાપ્યા પછી બ્રહ્મા, વિષ્ણુ અને શિવની માફક એનાં મંદિર પશ્ચિમાભિમુખ હોવાનું માંધ્યુ છે.૩૮ બ્રહ્મા, વિષ્ણુ અને શિવનાં મ ંદિર પૂર્વ કે પશ્ચિમને અસિમુખ કરે એવા આદેશ આ ગ્રંથે આપ્યા છે.૭૯ આ જ ગ્રંથમાં દેવીમ ંદિર દક્ષિણાભિમુખ હોવાનું જણાવ્યું છે,૪૦ પરંતુ આ કાલનુ આવુ કાઇ. મંદિર જાણવામાં આવ્યું નથી.
મદિરના મુખ્ય અંગવિભાગ
આ કાલનાં મદિરાના મુખ્ય અંગ-વિભાગ ગર્ભગૃહ અને મંડપ છે. આ અને મુખ્ય અગાને જોડવાની પદ્ધતિમાં, પર્સી બ્રાઉન જણાવે છે તેમ, એ વિશિષ્ટ પ્રકારાની રીતિ નજરે પડેછે. પ્રથમ પદ્ધતિમાં ગર્ભગૃહ અને મંડપના સમચારસને એકબીજા સાથે સીધા જોડીને આખીયે આકૃતિ લંબચોરસ બનાવવામાં આવે છે, જ્યારે ખીજી પદ્ધતિમાં ગર્ભગૃહના ચારસ અને મંડપના ચેરસની વચ્ચે અંતરાલની યાજના એવી રીતે કરવામાં આવે છે કે બંનેના તલના નિ`મે કે ફાલનાએ અંતરાલમાં પડે અને એ બંને એની અંદર પ્રકાણીય રીતે એક્બીજા સાથે જોડાઈ એકદરે લંબચેાસ રચે, આ રચનામાં અંતરાલ બંનેને જોડનાર એકમ તરીકે. કામ કરે છે.૪૧ પ્રથમ પદ્ધતિ આ કાલનાં શરૂઆતનાં મંદિશમાં ખાસ જોવામાં આવે છે. એને ઉત્કૃષ્ટ દાખલા ૧૧ મી સદીનું માઢેરાનું સૂર્ય મંદિર છે.૪૨ બીજી પતિ આ કાલનાં ૧૨ મા-૧૩ મા સૈકામાં રચાયેલાં મદિશમાં જોવામાં આવે છે. આના ઉત્કૃષ્ટ દાખલા પ્રભાસનુ કુમારપાલના સમયનું સામનાયના મંદિરનું તલમાન૪૩ પૂરું પાડે છે.
લદન
આ કાલનાં મંદિર તલદનની દૃષ્ટિએ સામાન્યતઃ ગર્ભ ગૃહ, મંડપ (ગૂઢ મંડપ અથવા સભામંડપ) અને શૃંગારચાકી કે મુખમંડપનાં બનેલાં હોય છે. ટલાંક મદિરામાં પ્રદક્ષિણાપચ અને અંતરાલની યેાજના પણ હોય છે. આમ