________________
૪ર૬ ] સોલંકી કાલ
[ પ્ર.. મસ્ય, અગ્નિ અને વિષ્ણુધર્મોત્તર પુરાણ તથા વરાહમિહિરની “બૃહત્સહિતા'માં આપેલા દેવાલય-નિર્માણના સિદ્ધાંતોનાં અનુસરણ આ કાલમાં પણ થયાં છે. મંદિરના બાંધકામમાં અગાઉના સિદ્ધાંતગ્રથના અનુસરણ સાથે આ કાલમાં રચાયેલા કેટલાક મહત્ત્વના સિદ્ધાંતગ્રંથની નવીન પરિપાટીનું અનુસરણ પણ જોવામાં આવે છે.
આ કાલમાં ગુજરાત-માળવાના પ્રદેશમાં બે મહત્વના સિદ્ધાંતગ્રંથ રચાયા છે. એમાં એક માળવાના પરમાર રાજા ભોજદેવ(ઈ. સ. ૧૦૧૮-૧૦૬૦)ના નામે ચડેલો “સમરાંગણુસૂત્રધાર ૩૧ નામનો ગ્રંથ છે, બીજો ગ્રંથ “અપરાજિતપૃચ્છા ૩૨ લગભગ બે સૈકા પછીની કૃતિ છે. આ કાલનાં મંદિરના નિર્માણમાં આ બંને ગ્રથના ઘણા સિદ્ધાંતનું પ્રતિપાદન થયું હોવાનું જણાય છે; દા. ત. સ્થળ પસંદગી, દિસાધન, સ્થાપત્યકીય સ્વરૂપ, તલમાન, વિવિધ સમતલ અંગેનું આજન, દ્વારશાખા, ઊર્વદર્શન અને એના અંગવિભાગ, સ્તંભવિધાન, વિતાન, સંવણુ, શિખરાદિના પ્રકારો અને રચના તથા બૃહદ્ મંદિરના આ જનને ઉપકારક અંગોનાં તલમાન અને ઉદયમાન વગેરે. સ્થળ પસંદગી
આ કાલનાં ઘણું મંદિર કુદરતના સાંનિધ્યમાં-સમુદ્ર કે નદી કે સરેવરના. કાંઠે, ટાપુ પર, વન-ઉપવનમાં, પહાડની ટેકરી પર તથા કેટલાંક મંદિર નગર કે. ગ્રામની મધ્યમાં કે એની પાસેના વિસ્તારમાં બાંધેલાં છે. દિસાધન
આ કાલનાં મંદિર મોટે ભાગે મુખ્ય દિશાઓને અભિમુખ કરે છે. સૂર્ય મંદિરો પૂર્વાભિમુખ હોય છે; દા. ત. કોટાયનું તથા મોઢેરાનું સૂર્યમંદિર. પરંતુ, ક્વચિત તેઓ પશ્ચિમાભિમુખ પણ જોવામાં આવે છે ૩૩ શિવમંદિરે પૂર્વ અને પશ્ચિમ દિશાને અભિમુખ કરે છે; દા. ત. સિદ્ધપુરનું રુદ્રમહાલય અને પ્રભાસનું સોમનાથ મંદિર પૂર્વાભિમુખ છે, મિયાણીનું નીલકંઠ મહાદેવનું મંદિર પશ્ચિમ ભિમુખ છે. વિરમગામના મુનસર સરોવરના કાંઠે સામસામાં આવેલાં બે મોટાં શિવમંદિર અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશાને અભિમુખ કરે છે. વિષ્ણુમંદિરો મોટે ભાગે પશ્ચિમાભિમુખ હોય છે; દા ત. દ્વારકાનું ફમિણી મંદિર.૩૪ પણ એ કેટલીક વખતે ઉત્તર દક્ષિણ દિશાને પણ અભિમુખ કરતાં હોય છે; દા. ત. બરડિયાનાં સાંબ-લક્ષ્મણ મંદિર, ખેડબ્રહ્માનું બ્રહ્મા–મંદિર પૂર્વાભિમુખ છે.. શક્તિમંદિર૩૫ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ગમે તે એક દિશાને અભિમુખ કરે છે, દા. ત. ખંડોસણનું હિંગળાજ માતા મંદિર તથા દેલમાલનું